Nirupa Duva |
Sep 10, 2024 | 2:22 PM
હિંદુ ધર્મમાં ઘરમાં પુજા દરમિયાન કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.કપૂરમાં એન્ટીઓક્સીડન્ટ્સ, ડીકોન્જેસ્ટન્ટ, લીનાલૂલ, પીનેન બી-પીનીન, ડી કેમ્ફોર, લેમોનેન, સેબીનેન જેવા ગુણો હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કપૂરના સ્વાસ્થ લાભો કેટલા છે.
પુજા પાઠમાં ઉપયોગ કરવામાં આવતું કપૂર ઘરની ઉર્જાઓ સકારાત્મક રાખે છે તેમજ અનેક બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે. આજે અમે તમને જણાવીશું કે, કપૂરથી અનેક સ્વાસ્થ લાભો પણ મળે છે.
કપૂરનો ઉપયોગ શ્વાસ લેવાની સમસ્યાઓ સાથે જોડાયેલી પરેશાનીઓમાંથી પણ રાહત આપે છે. જેનાથી ફેફસાનું ઈન્ફેક્શન ઓછું થઈ શકે છે. આ સિવાય કપૂર કોઈ ઈજા થઈ હોય તે જગ્યા પર લગાવવાથી પણ રાહત મળે છે. માંસપેશિઓ અને સાંઘા સાથે જોડાયેલ દુખાવામાંથી પણ કપૂરથી રાહત મળે છે.
જો તમારા માથામાં ખંજવાળ આવી રહી છે તો તમે નારિયળના તેલમાં કપૂર મિક્સ કરી માલિશ કરવાથી પણ રાહત મળે છે. લો બ્લ્ડ પ્રશેરમાં પણ કપૂર મદદગાર સાબિત થાય છે.
કપૂર ત્વચા સબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે. કપૂરને ગરમ પાણીમાં નાંખી રુની મદદથી ફાટેલી એડીઓમાં લગાવવાથી પણ રાહત મળે છે જેનાથી પગની એડી મુલાયમ રહેછે. તેમજ કપૂરનો ઉપયોગ પિગમિટેશનથી છુટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે.