
સિમ કાર્ડ વિકલ્પ પર, તમે BSNL 4G, LTE જેવા વિકલ્પો જોશો. આમાં તમારે LTEનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.આ સેટિંગ પછી, તમે 4G કનેક્ટિવિટી માટે તમારા સ્માર્ટફોનને એકવાર રિસ્ટાર્ટ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ JIO, Airtel અને VI જુલાઈ મહિનામાં તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો. મોંઘા રિચાર્જ પ્લાનમાંથી છુટકારો મેળવવા માટે લાખો BSNL તરફ વળ્યા છે. તાજેતરમાં, BSNL એ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને માહિતી આપી હતી કે રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો થયા પછી, અત્યાર સુધીમાં 55 લાખથી વધુ નવા વપરાશકર્તાઓ તેની સાથે જોડાયા છે.