1 / 5
આખરે, 6 અઠવાડિયાની લાંબી રાહ બાદ, બિગ બોસ OTT 3 ને તેનો વિજેતા મળી ગયો છે. બિગ બોસના ઘરમાં દોઢ મહિનાથી ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. આ વર્ષે મેકર્સે શોમાં ઘણી અલગ વસ્તુઓ કરી છે. પરંતુ દર્શકોના દિલ જીતીને ટ્રોફી જીતનાર એક સ્પર્ધક સના મકબુલ છે. તે બિગ બોસ OTT 3 ની વિજેતા બની છે. તે પહેલા દિવસથી જ આ શો જીતવાનું સપનું લઈને ઘરમાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ટ્રોફીની સાથે સના મકબુલને બીજું શું મળ્યું ચાલો જાણીએ.