Sagar Solanki |
Jan 07, 2025 | 9:19 PM
કાળી મરીને ઓશિકાની નીચે રાખવાથી તમારા જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે. ચાલો જાણીએ કે ઓશિકા નીચે કાળા મરી રાખવાથી શું થાય છે.
કાળા મરીના દાણાને ઓશિકાની નીચે રાખવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કરિયરની અડચણો દૂર થાય છે અને ઈચ્છિત સફળતા મળે છે ઓશીકા નીચે કાળા મરી રાખવાથી શું થાય છે?
જો તમને રાત્રે સૂતી વખતે ખરાબ કે ડરામણા સપના આવે તો ઓશિકા નીચે કાળા મરી રાખો. ઓશિકા નીચે કાળા મરી રાખવાથી મન શાંત રહે છે અને ડરામણા સપનાથી રાહત મળે છે.
રાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે કાળા મરી રાખવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાથી રક્ષણ મળે છે અને ખરાબ નજરની અસર ઓછી થાય છે.
રાત્રે 5 કાળા મરી ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ અને સવારે વહેતા પાણીમાં નાખી દો. આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને દેવાથી પણ મુક્તિ મળે છે.
જો તમે પૈસાની અછતથી પરેશાન છો, તો 5 કાળા મરીના દાણાને તમારા માથા પર સાત વખત ફેરવો અને તેને કોઈપણ ચાર રસ્તા પર ફેંકી દો. આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમી આવતી નથી.
ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે થોડા કાળા મરીને દીવામાં સળગાવીને ઘરના કોઈ ખૂણામાં રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાસ્તુ દોષથી રાહત મળે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)