Gujarati News Photo gallery Barmer Express train has started so Surat Ahmedabad people will be able to return soon after finishing work
સુરતથી અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, માત્ર થોડાં કલાકોમાં જ કામ પતાવીને પરત ફરી શકશો
આપણે લોકોએ આગળના ન્યૂઝમાં જોયું હતું કે બાન્દ્રા ટર્મિનસ-બાડમેર હમસફર નવી ટ્રેન શરૂ થઈ ગઈ છે. તો તમારે ત્યાંથી પાછું રીટર્ન થવું હશે તો તેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે.
1 / 8
બાંદ્રા ટર્મિનસથી બાડમેર હમસફર એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન નંબર 12997 નવી શરૂ કરવામાં આવી છે. તે 3 રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થાય છે. જેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે એમાં પણ 11 સ્ટેશનો તો ગુજરાતના જ છે.
2 / 8
હવે જે લોકોને ઓફિસ કે કોઈ પ્રોફેશનલ કામ માટે વાપી, વલસાડ કે સુરત-નવસારીથી અમદાવાદ કે પાટણ મહેસાણા જવું હશે તો તમે માત્ર સાડા ત્રણ અથવા 4 કલાકમાં જ પહોંચી જશો.
3 / 8
આ ટ્રેન રાત્રે બાંદ્રા ટર્મિનસથી 23:55 વાગ્યે શરૂ થાય છે અને રાજસ્થાનના છેલ્લા સ્ટેશન બાડમેરમાં 18:44 વાગ્યે પહોંચાડે છે.
4 / 8
નવી શરૂ થયેલી આ ટ્રેન વલસાડ 02:58 વાગ્યે પહોંચાડે છે તેમજ સુરત 03:58 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન અમદાવાદ વહેલી સવારે 07:34 વાગ્યે પહોંચાડે છે. એટલે કે સુરતથી અમદાવાદ માત્ર તમે સાડા ત્રણ કલાકમાં પહોંચી જશો.
5 / 8
તમે જો કોઈ ઓફિશિયલી કામ માટે કે કોઈ મહત્વના કામ માટે અમદાવાદ જતા હોય અને રાત્રી રોકાણ ના કરવું હોય તો આ ટ્રેન તમારા માટે બેસ્ટ છે.
6 / 8
અમદાવાદથી સુરત બાજુ આવતી રીટર્ન ટ્રેન જોઈએ તો નવજીવન એક્સપ્રેસ જે સાંજે 09:25 વાગ્યે અમદાવાદથી ઉપડે છે અને સુરત 12:44 વાગ્યે પહોંચાડશે. બીજી ટ્રેન ગુજરાત મેલ છે. તેમાં તમે અમદાવાદ 10:50થી 02:05 સુધીમાં સુરત રીટર્ન થઈ શકશો.
7 / 8
જો તમારે અમદાવાદથી પાછું સુરત આવવું હોય તો 09:50થી અમદાવાદથી ઉપડે છે અને 1:52 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશો એ પણ માત્ર 90 રુપિયામાં. તો ઓફિસ માટે આવતા-જતા લોકો માટે આ ટ્રેનો બેસ્ટ ઓપ્શન છે.
8 / 8
(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરીને નીકળવા વિનંતી.)
Published On - 7:57 pm, Sat, 6 January 24