અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા ગોતા વિસ્તારમાં મા શક્તિ સંધ્યા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.નવરાત્રીના આ નવે નવ દિવસ ગીતકાર જીજ્ઞેશ બારોટ પોતાના ગરબાના સૂર રેલાવતા રહેશે. નવરાત્રીના બીજા દિવસે આ ગરબા સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. દૂર દૂરથી ખેલૈયાઓ જીજ્ઞેશ બારોટના ગીતોના તાલે ઝૂમવા ઉમટી પડ્યા હતા.