Gujarati News Photo gallery Special bonding of Prime Minister Narendra Modi and mother Hira Baa, Hira Baa sided with the son in every decision
નોટબંધીથી લઈને થાળી વગાડવા સુધી પુત્રનાં દરેક પરિવર્તન લાવનારા નિર્ણયમાં માતા હીરાબા એ કર્યો હતો સપોર્ટ, જુઓ PHOTOS
પ્રધાનમંત્રી મોદી(Prime Minister Narendra Modi)નું તેમની માતા સાથે વિશેષ બોન્ડિંગ છે અને હીરાબાએ પણ દરેક તબક્કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હંમેશાં વડાપ્રધાન મોદીએ લીધેલા તમામ નિર્ણયનું સમર્થન કર્યું છે. માતા પુત્રનો પરસ્પરનો સ્નેહ વિવિધ તસવીરોમાં ઝીલાયેલો છે.
1 / 10
હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શો દરમિયાન એક યુવતીના હાથમાં માતા હીરાબાનું પેઇન્ટિંગ જોતા પ્રધાનમંત્રી અટકી ગયા હતા અને તે પેઇન્ટિંગ લેવા માટે PM મોદીએ પોતાનો કાફલો અટકાવ્યો હતો.
2 / 10
સરળ અને સાલસ એવા હીરા બા ને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સાડીની ભેટ મોકલાવી હતી.
3 / 10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન હીરા બા હંમેશાં નરેન્દ્ર મોદીના માથે હેતથી હાથ ફેરવવાનું ચૂકતા નથી.
4 / 10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટૂંકી મુલાકાત દરમિયાન હીરાબા દીકરાને સાથે બેસાડીને જમાડવાનો સંતોષ અનુભવે છે.
5 / 10
પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં રામ જન્મભૂમિનો શિલાન્યાસ કર્યો ત્યારે માતા હીરાબાએ ઘરે બેસીને પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી, રામજન્મભૂમિના દર્શન કરીને પ્રધાનમંત્રી મોદીને આશીર્વાદ પાઠવ્યા હતા.
6 / 10
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે કોરોનામાં કામ કરતા કર્મીઓ માટે થાળી વગાડીને અભિવાદન કરવાની વાત કરી ત્યારે પણ હીરાબા પાછા નહોતા પડ્યા, તેમણે પણ ઘરના ઓટલે બેસીને થાળી વગાડીને પુત્રના નિર્ણયનું સમર્થન કર્યું હતું.
7 / 10
કહેવાય છે ને કે ગમે તેટલું મોટું બાળક હોય પણ મા માટે હંમેશાં નાનું જ રહે છે આ તસવીર તે બાબતની પ્રતીતિ છે કે દૂર રહેતા પ્રધાનમંત્રી જયારે પણ માતાને મળવા આવે ત્યારે હીરાબા પ્રધાનમંત્રી મોદીને તેમના હાથે લાપલી કે લાડુંનો કોળિયો ભરાવે છે.
8 / 10
કોરોનાના મહામારીના શરૂઆતના સમયમાં લોકોને કોરન્ટાઇન રહીને મનોબળ પૂરૂ પાડવા જ્યારે પ્રધાનમંત્રીએ દીવાં પ્રગટાવવા અંગે આહ્વાહન કર્યું હતું, ત્યારે હીરાબાએ સામાન્ય નાગરિકની જેમ જ સંધ્યા સમયે દીપ પ્રાગ્ટય કર્યું હતું.
9 / 10
પ્રધાનમંત્રી દેશના વડા તરીકે તમામ નિર્ણયો લેતા હોય પરંતુ આ તસવીર એ બાબતનો પુરાવો છે કે માતા હીરાબા જયારે પણ નરેન્દ્ર મોદીને મળે ત્યારે કંઇક શિખામણ આપતા હોય છે
10 / 10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધાં ત્યારે માતા હીરાબાએ સામાન્ય નાગરિકની જેમ જ ટીવીના પડેદ પુત્રને નિહાળીને આશીર્વાદ આપ્યા હતા. હીરા બા દૂર રહીને પણ દીકરાના જીવનની મહત્વની ઘટનામાં હર્ષભેર સામેલ થયા હતા.
Published On - 12:52 pm, Fri, 17 June 22