સેના, CRPF, BSF, ITBP થી લઈ CISF વચ્ચે છે ઘણું અંતર, કોને મળે છે શહીદનો દરજ્જો અને કોને નથી મળતો ?
હાલમાં પુલવામા આતંકવાદી હુમલામાં CRPF ના 40 જવાનો શહીદ થયા છે તેમને શહીદનો દરજ્જો આપવા માટે ઘણી મુહિમ ચાલી રહી છે ત્યારે આજે તમને સેના, CRPF, BSF, ITBP CISF અને NSG વચ્ચે વાસ્તવમાં ઘણો અંતર છે, તે સમજાવવાનો પ્રયત્ન કરીએ. ક્યાં મંત્રાલયમાં આવે છે ? સૌથી મહત્વની વાત એ છે કે સેના રક્ષા મંત્રાલયની હેઠળ […]
હાલમાં પુલવામા આતંકવાદી હુમલામાં CRPF ના 40 જવાનો શહીદ થયા છે તેમને શહીદનો દરજ્જો આપવા માટે ઘણી મુહિમ ચાલી રહી છે ત્યારે આજે તમને સેના, CRPF, BSF, ITBP CISF અને NSG વચ્ચે વાસ્તવમાં ઘણો અંતર છે, તે સમજાવવાનો પ્રયત્ન કરીએ.
ક્યાં મંત્રાલયમાં આવે છે ?
સૌથી મહત્વની વાત એ છે કે સેના રક્ષા મંત્રાલયની હેઠળ કામ કરે છે અને CRPF, BSF, ITBP, CISF અને આસમ રાયફલ્સ (AR) ગૃહ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે.
સેનામાં નૌ સેના, વાયુ સેના અને થલ સેનાનો સમાવેશ થાય છે. તો CRPF, BSF, ITBP, CISF અને AR સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની અંદર આવે છે.
ક્યાં કરવાની હોય છે સુરક્ષા ?
સેના માત્ર દેશની સરહદ પર બાહ્ય મુશ્કેલીઓની સુરક્ષા માટે જ કામ કરે છે. ત્યારે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ આંતરિક સુરક્ષાની સાથે સીમાની સુરક્ષા માટે પણ કામ કરે છે.
શહીદનો દરજ્જો કોને મળે છે ?
શહીદના દરજ્જા અંગે પણ ખાસ અંતર છે, સેનાના કોઈ પણ વિંગમાં શહીદનો દરજ્જો આપવામાં આવે છે. જ્યારે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં શહીદનો દરજ્જો મળતો નથી.
સેનામાં પરિવારની સારવાર માટે સેના હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ માટે કોઈ અલગ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી નથી.
પેન્શની જોગવાઈ
સેનાને પેન્શન મળે છે તો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સને માટે 2004થી જ તે સુવિધા બંધ કરી દેવામાં આવી છે.
અન્ય કઈ સુવિધા મળે છે ?
એટલું જ નહીં સેનામાં શહીદ થયેલાં જવાનના બાળકોના ભણતરનો તમામ ખર્ચ સેના ઉપાડે છે. તો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં તો આ પ્રકારની સુવિધા જ નથી.
જ્યારે સેનાના જવાનોને રેલવે અને હવાઈ મુસાફરીમાં 50 ટકા સુધીની છૂટ આપવામાં આવતી હોય છે પરંતુ પેરામિલિટ્રી ફોર્સને તેમનો કોઈ જ લાભ આપવામાં આવતો નથી.
[yop_poll id=1569]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]