Ajab Gajab News: આ દેશના લોકો ઝાડ અને જાનવરો સાથે કરે છે વાતો, કારણ જાણી તમે પણ થઈ જશો હેરાન!
આ દેશના લોકો કલાકો સુધી તેમના પાલતુ પ્રાણીઓ સાથે વાતો કરતાં કરતા રહે છે. રસપ્રદ વાત એ છે કે તેઓ પાલતુ પ્રાણીઓની વાતને બિલકુલ એકતરફી માનતા નથી.
Ajab Gajab News: વૃક્ષો (Trees) અને છોડ માત્ર સુંદર દેખાતા નથી, પરંતુ તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તે બધા જાણે છે કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જેના દ્વારા આપણે શ્વાસ લઈ શકીએ છીએ. પરંતુ એક બીજી વાત પણ દરેક જણ જાણે છે કે આપણી આસપાસના વિસ્તારમાં ધીમે ધીમે વૃક્ષો અને છોડ ઓછા થઈ રહ્યા છે. આ કારણે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં છોડ વાવવાની જરૂર છે.
હવે દરેક પાસે ગાર્ડન અથવા ટેરેસ ગાર્ડન હોય તેવું શક્ય નથી, ખાસ કરીને શહેરોમાં. આ કારણે ઈન્ડોર પ્લાન્ટ્સ વાવવાનું ચલણ ઘણું વધી ગયું છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એવા લોકો છે જે છોડ સાથે વાત કરવાનું પસંદ કરે છે.
અમે બ્રિટન (Britain)ની વાત કરી રહ્યા છીએ, જ્યાં લોકો માત્ર પોતાના હાથે વૃક્ષો અને છોડ ઉગાડે છે એટલું જ નહીં, કલાકો સુધી તેમની સાથે એકતરફી વાત પણ કરે છે. એક સર્વેમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. સર્વે અનુસાર આ દેશમાં રહેતા લોકો કલાકો સુધી એવી વસ્તુઓ સાથે વાત કરે છે જે તેમની વાતનો જવાબ આપી શકતા નથી. ઉદાહરણ તરીકે તેઓ કલાકો સુધી તેમના પાલતુ પ્રાણીઓ સાથે વાતો કરતાં કરતા રહે છે. રસપ્રદ વાત એ છે કે તેઓ પાલતુ પ્રાણીઓની વાતને બિલકુલ એકતરફી માનતા નથી.
સર્વે બાદ રિપોર્ટ બહાર આવ્યો છે
આ સર્વે ત્યાં રહેતા 2 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગના લોકોએ કહ્યું હતું કે તેઓ એવી વસ્તુઓ સાથે વાત કરે છે જે હલી-ચલી અથવા તો તેની વાતોનો જવાબ નથી આપી શકતી . એક અનુમાન મુજબ, 44 ટકા લોકો એવા છે જેઓ તેમના છોડ સાથે વાત કરે છે અને તેમાંથી મોટાભાગના લોકો માને છે કે જ્યારે જરૂર પડે ત્યારે છોડ પણ તેમની પાસે પાણી માંગે છે. ઘણા લોકો એવા છે કે જેઓ પોતાનું કામ યોગ્ય રીતે ન કરતા હોય ત્યારે નિર્જીવ વસ્તુઓ પર પોતાનો ગુસ્સો કાઢે છે.
જ્યારે 24 ટકા લોકો એવા છે કે જેઓ એલાર્મ ઘડિયાળ પર પણ બૂમો પાડે છે અને 5 ટકા લોકો તેમની કારને ઓછા ઇંધણ પર ચલાવવા માટે કહે છે, તો 10 ટકા લોકો રોકડ આપવા બદલ ATMનો આભાર માને છે. આ દેશમાં રહેતા લોકોને લાગે છે કે સંગીત સાંભળીને તેમના છોડ સારી રીતે ઉગે છે. તાજેતરના સમયમાં એક નોકરીની જાહેરાતે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જ્યારે ઘરના માલિકે તેમની ગેરહાજરીમાં છોડને ગીત સંભળાવવાની નોકરી ઓફર કરી હતી. આ નોકરી માટે છોડના માલિકે 55 રૂપિયા જેટલોપગાર પણ ઓફર કર્યો હતો.
આ પણ વાંચો: કિક સ્ટાર્ટ વાળી આ ‘જીપ’ ના ફેન બન્યા આનંદ મહીન્દ્રા, વીડીયો શેર કરીને ગાડી આપવાની કરી ઓફર
આ પણ વાંચો: પુરુષોની તુલનામાં મહિલાઓનો ક્રેડિટ સ્કોર કેમ છે વધુ સારો, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો