કિક સ્ટાર્ટ વાળી આ ‘જીપ’ ના ફેન બન્યા આનંદ મહીન્દ્રા, વીડીયો શેર કરીને ગાડી આપવાની કરી ઓફર

કિક સ્ટાર્ટ વાળી આ 'જીપ' ના ફેન બન્યા આનંદ મહીન્દ્રા, વીડીયો શેર કરીને ગાડી આપવાની કરી ઓફર
Anand Mahindra (File Photo)

આ વાહન બનાવનાર વ્યક્તિ મહારાષ્ટ્રનો છે, જેણે પોતાના બાળકની ઈચ્છા પૂરી કરવા માટે 60 હજાર રૂપિયામાં આ વાહન તૈયાર કર્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 22, 2021 | 11:00 PM

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહીન્દ્રા ( Anand Mahindra, The chairman of Mahindra Group) સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ સક્રિય રહે છે, તેઓ તેમના દૃષ્ટિકોણને રજૂ કરવાની સાથે સાથે દેશમાં છુપાયેલી પ્રતિભાને સામે લાવવા માટે ટ્વિટરનો ઉપયોગ કરે છે. આવા જ એક ટ્વિટમાં આનંદ મહિન્દ્રાએ કિકથી શરૂ કરાતી જીપનો વીડિયો શેર કર્યો છે. એટલું જ નહીં, તેઓએ આ જીપ જેવા દેખાતા વાહનના બદલામાં નવી બોલેરો (Bolero) પણ ઓફર કરી છે.

આ ટ્વિટમાં શું છે ખાસ

આનંદ મહિન્દ્રાએ આ ખાસ વાહન વિશે બે અલગ-અલગ ટ્વિટ કર્યા છે. પહેલા ટ્વીટમાં તેણે એક વીડિયો શેર કર્યો જેમાં એક વ્યક્તિ જીપ જેવું દેખાતું વાહન ચલાવી રહ્યો છે, ટ્વીટ સાથે તેણે લખ્યું કે આ વાહન કોઈ નિયમોનું પાલન નથી કરી રહ્યું, પરંતુ તે આ વિચારની નવીનતા અને ઓછા ભાવે વધુ મેળવવાના આપણા લોકોના પ્રયત્નો અને ગતિશીલતા માટેના તેમના ક્રેઝની પ્રશંસા કર્યા વિના રહી શકશે નહીં.

આ પછી કરવામાં આવેલા અન્ય એક ટ્વિટમાં તેણે લખ્યું કે વહીવટીતંત્ર આ વાહન પર આજે નહીં તો કાલે પ્રતિબંધ લગાવશે કારણ કે તે નિયમોનું પાલન કરતું નથી. આવી સ્થિતિમાં, હું વ્યક્તિગત રીતે તેના બદલે નવી બોલેરો ઓફર કરું છું. અમને પ્રેરણા આપવા માટે આ ક્રિએટીવીટીને મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતે રાખવામાં આવશે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં એક 4 વ્હીલર વાહન દેખાય છે જેની બનાવટ જીપ જેવી છે. તેની પાછળ લોકો માટે બેસવાની જગ્યા પણ છે. તે કીક દ્વારા શરૂ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિ મહારાષ્ટ્રનો છે અને પોતાના બાળકની ઈચ્છા પૂરી કરવા માટે તેણે 60 હજાર રૂપિયામાં આ વાહન તૈયાર કર્યું છે.

આ પહેલા પણ આવા અનેક ટ્વિટ કરી ચૂક્યા છે

આનંદ મહિન્દ્રા દેશભરમાંથી આવેલા આવા વીડિયો ટ્વીટ કરતા રહે છે અને સાથે જ આ લોકોને પુરી મદદ પણ કરે છે. આ પહેલા, તેમણે અરુણ પ્રભુનો આઈડિયા શેર કર્યો હતો, જેમણે ઓટો પર ઘર બનાવ્યું હતું અને તેને બોલેરો પિકઅપ પર એવું જ એક ઘર ડિઝાઇન કરવાની ઓફર કરી હતી.

મણિપુરના એક છોકરાએ ભંગારમાંથી આયર્ન મેનનું સૂટ બનાવ્યું હતું. જેના કારણે આનંદ મહિન્દ્રા ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે તે છોકરા અને તેના ભાઈ-બહેનના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું હતું. આ છોકરો હવે મહિન્દ્રા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે.

વર્ષ 2018 માં, આનંદ મહિન્દ્રા એ સમયે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રસ્તાના કિનારે ચંપલ રિપેર કરી રહેલા એક વ્યક્તિના બેનરના ન માત્ર વખાણ કર્યા, પરંતુ આ વ્યક્તિને એક ખાસ ડિઝાઇન કરેલી દુકાન પણ આપી. આ વ્યક્તિએ તેની દુકાનનું નામ ‘જખ્મી જૂતો કા અસ્પતાલ’ રાખ્યુ હતું.

આ પણ વાંચો : નવા વાહનો માટે રિલીઝ થઈ ભારત સિરીઝ, કોને મળશે નવી સીરીઝનો લાભ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati