AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગી આદિત્યનાથ સરકારની ચેતવણી, માઈકનો અવાજ ધાર્મિક પરીસરની બહાર ના જવો જોઈએ, તોફાની તત્વોની ખેર નથી

યોગી આદિત્યનાથે કહ્યું છે કે પરવાનગી વગર કોઈ પણ જુલુસ કે ધાર્મિક શોભાયાત્રા ન કાઢવા જોઈએ. પરવાનગી આપતા પહેલા, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવું જોઈએ.

યોગી આદિત્યનાથ સરકારની ચેતવણી, માઈકનો અવાજ ધાર્મિક પરીસરની બહાર ના જવો જોઈએ, તોફાની તત્વોની ખેર નથી
Yogi Adityanath, Chief Minister of Uttar Pradesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 6:44 AM
Share

દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri) ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસાની ઘટના બાદ, ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમોને લઈને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે આગામી 4 મે સુધી પોલીસ અને વહીવટી અધિકારીઓની રજાઓ રદ કરી છે. આ સાથે જ માઈકનો (Mike) અવાજ માત્ર ધાર્મિક સ્થળ પૂરતો મર્યાદિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. યોગીએ સોમવારે રાત્રે પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ યોજી હતી.

યોગી આદિત્યનાથે કહ્યું કે ધાર્મિક કાર્યક્રમો અને પૂજા ફક્ત નિર્ધારિત સ્થળે જ થવી જોઈએ. માર્ગ, વાહનવ્યવહારને ખોરવીને કોઈ ધાર્મિક પ્રસંગ ના હોવો જોઈએ. દરેક વ્યક્તિને તેમની ધાર્મિક વિચારધારા અનુસાર પોતાની પૂજા પ્રણાલીને અનુસરવાની સ્વતંત્રતા છે. માઈકનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ માઈકનો અવાજ પરિસરમાંથી બહાર ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. માઈકના અવાજને કારણે અન્ય લોકોને અસુવિધા ન થવી જોઈએ. હવે પછી નવા સ્થળો કે જગ્યા પર માઇક્સ લગાડવાની મંજૂરી નહી આપવા પણ આદેશ કર્યો હોવાનું અમર ઉજાલાના અહેવાલમાં જણાવાયુ છે.

પરવાનગી વિના ધાર્મિક સરઘસ

યોગીએ કહ્યું કે પરવાનગી વગર કોઈ શોભાયાત્રા કે ધાર્મિક જુલુસ ન કાઢવા જોઈએ. પરવાનગી આપતા પહેલા, આયોજક પાસેથી શાંતિ અને સંવાદિતા જાળવવા અંગેનું સોગંદનામું લેવું જોઈએ. ફક્ત એવા જ ધાર્મિક જુલુસને પરવાનગી આપવી જોઈએ, જે પરંપરાગત હોય, નવા કાર્યક્રમોને બિનજરૂરી પરવાનગી ન આપવી જોઈએ. તાજેતરના દિવસોમાં વિવિધ ધર્મોના ઘણા તહેવારોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે તે આનંદદાયક છે. રાજ્યના દરેક નાગરિકની સુરક્ષા એ આપણા સૌની પ્રાથમિક જવાબદારી છે. આપણી આ જવાબદારી પ્રત્યે આપણે સદા જાગૃત રહેવું જોઈએ.

રજાઓ રદ કરો

યોગીએ કહ્યું કે આગામી દિવસોમાં ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારો છે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઈદ અને અક્ષય તૃતીયાનો તહેવાર એક જ દિવસે થઈ શકે છે. તેથી પોલીસે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે. પોલીસ સ્ટેશનથી લઈને ADG સુધી, આગામી 24 કલાકમાં પોતપોતાના વિસ્તારના ધર્મગુરુઓ, સમાજના અન્ય પ્રતિષ્ઠિત લોકો સાથે સંવાદ કરો. SO, CO અને પોલીસ ઈન્સ્પેકટરથી માંડીને જિલ્લા મેજિસ્ટ્રેટ, ડિવિઝનલ કમિશનર સુધીના તમામ વહીવટી અને પોલીસ અધિકારીઓની રજા 4 મે સુધી રદ કરવામાં આવશે. જેઓ રજા પર છે, તેઓ આગામી 24 કલાકમાં પોસ્ટિંગના સ્થળે પાછા ફરવા કહો.

આ પણ વાંચોઃ

PM મોદીનું 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર બહાર પાડવામાં આવશે સિક્કો અને ટપાલ ટિકિટ

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે ઇંધણના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">