Delhi: જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા, તોફાનીતત્વોએ આગ લગાવી અને તોડફોડ કરી, અનેક પોલીસકર્મીઓ ઘાયલ
દિલ્હીના જહાંગીર પુરીમાં હનુમાન જયંતિના અવસર પર હંગામો મચી ગયો છે. બદમાશોએ ત્યાં હાજર વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ (Delhi Police) ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
દિલ્હીના (Delhi) જહાંગીર પુરીમાં હનુમાન જયંતિના અવસર પર હંગામો થયો હતો. બદમાશોએ ત્યાં હાજર વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દિલ્હી પોલીસના (Delhi Police) જણાવ્યા મુજબ, જહાંગીર પુરીમાં નીકળેલા શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સરઘસમાં હાજર લોકો પર પથ્થરમારો અને છૂટાછવાઈ જગ્યાએ આગ લગાવવાનો બનાવ બન્યો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. હનુમાન જયંતિ (Hanuman Jayanti) પર થયેલી હિંસા દરમિયાન કયા પોલીસકર્મીઓને ઈજા થઈ હતી, તે હાલમાં જાણવામાં આવી રહ્યું છે.
આ ઘટના જહાંગીરપુરીના સી-બ્લોકની છે. બદમાશોએ અહીં તોડફોડની સાથે આગ પણ લગાવી છે. આ ઘટનાને જોતા દિલ્હી ફાયર સર્વિસની બે ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતે દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે આ એકદમ અલગ ઘટનાઓ છે, તેથી ઓપરેશનને ત્યાંથી રદ કરવામાં આવ્યું છે. તેમજ ફાયર બ્રિગેડના વાહનોને બોલાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જહાંગીર પુરી રમખાણો પર ટીવી9 ભારતવર્ષને જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમજ સ્થળ પર વધારાની ફોર્સ મોકલવામાં આવી છે.
હનુમાન જયંતિ પર બદમાશોનું તોફાન
પોલીસ અધિકારીએ કહ્યું કે પહેલા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી, હવે આ બાબતે તપાસ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તમામ અધિકારીઓ સ્થળ પર છે. તેમજ પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, પડોશી જિલ્લાઓ અને સરહદ પર પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. હિંસાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તા પર તોડફોડ અને આગ લગાડવામાં આવી છે. આ સાથે જહાંગીર પુરીના રસ્તાઓ પર પણ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આ સાથે જ બદમાશોની મોટી ભીડ પણ સ્થળ પર દોડતી જોવા મળે છે.
સમાચાર મુજબ જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો તો બદમાશોએ તેમના પર પણ હુમલો શરૂ કરી દીધો. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છે. જોકે પોલીસ અધિકારીનું કહેવું છે કે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. પોલીસ ટીમની સાથે સૈનિકોની અન્ય ટુકડીઓને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.