AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Reservation Bill: મહિલા અનામત બિલ પર લોકસભામાં I.N.D.I.Aનું નેતૃત્વ કરશે સોનિયા ગાંધી, સરકારને ઘેરવાનો પ્લાન તૈયાર

Women Reservation Bill: સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી આ બિલના સમર્થનમાં છે, પરંતુ તેઓ તેને પોતાનું બિલ ગણાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ પણ મંગળવારે સંસદ પરિસરમાં કહ્યું કે આ તેમનું બિલ છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સ બિલની વિરુદ્ધ વોટ નહીં કરે.

Women Reservation Bill: મહિલા અનામત બિલ પર લોકસભામાં I.N.D.I.Aનું નેતૃત્વ કરશે સોનિયા ગાંધી, સરકારને ઘેરવાનો પ્લાન તૈયાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 10:38 PM
Share

Women Reservation Bill: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) લોકસભામાં મહિલા અનામત બિલ પર વિપક્ષ અને પાર્ટી તરફથી ચર્ચાનું નેતૃત્વ કરશે. એટલે કે તે લોકસભામાં બોલશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બુધવારે ગૃહમાં બિલ પર ચર્ચા થશે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી આ બિલના સમર્થનમાં છે, પરંતુ તેઓ તેને પોતાનું બિલ ગણાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ પણ મંગળવારે સંસદ પરિસરમાં કહ્યું કે આ તેમનું બિલ છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સ બિલની વિરુદ્ધ વોટ નહીં કરે. તે મહિલા વિરોધી દેખાવા માંગતો નથી, પરંતુ કેટલાક એવા મુદ્દા છે જેના પર સરકારને ઘેરવાની તૈયારી ચાલી રહી છે.

આ મુદ્દાઓ પર ઘેરવાની કરવાની તૈયારી…

  1. રાજ્યસભામાં પસાર થયેલા યુપીએ બિલમાં મહિલા આરક્ષણ તરત જ લાગુ કરવામાં આવ્યું હોત, જ્યારે ભાજપ સરકારના બિલમાં પ્રથમ વસ્તી ગણતરી અને સીમાંકન પછી 2029માં લાગુ થઈ શકશે.
  2. યુપીએ દ્વારા રાજ્યસભામાં પસાર કરાયેલા ખરડામાં રાજ્યસભા અને વિધાન પરિષદમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ હતી, પરંતુ ભાજપ સરકારના નવા બિલમાં રાજ્યસભા અને વિધાન પરિષદમાં મહિલા અનામતને દૂર કરવામાં આવી હતી.
  3. કોટામાં કોટાની માંગ જોરશોરથી ઉઠાવવામાં આવશે. જો કે, યુપીએ સરકાર દરમિયાન, કોંગ્રેસ પોતે બિલમાં ઓબીસીને અનામત આપવાનો પ્રસ્તાવ લાવી ન હતી.

આ પણ વાંચો: Women Reservation Bill: દેશની કરોડો મહિલાઓની આશાઓ સાથે વિશ્વાસઘાત, મહિલા આરક્ષણ બિલ પર જયરામ રમેશે કેમ કહી આ વાત?

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે હંમેશા મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. 2010માં કોંગ્રેસ-યુપીએ સરકારે મહિલા અનામત બિલ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. જે રીતે SC-ST વર્ગને રાજકારણમાં બંધારણીય તક મળી છે, તેવી જ રીતે OBC વર્ગની મહિલાઓ સહિત દરેકને આ બિલ દ્વારા સમાન તક મળવી જોઈએ.

તેમણે કહ્યું કે મોદી સરકાર આજે જે બિલ લાવી છે તેને ધ્યાનથી જોવાની જરૂર છે. બિલના વર્તમાન ડ્રાફ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે તેને સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે. મતલબ કે મોદી સરકારે કદાચ 2029 સુધી મહિલા અનામતના દરવાજા બંધ કરી દીધા છે. ભાજપે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">