રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર પર ભડક્યા, કહ્યુ- તાનાશાહી કરી રહી છે સરકાર, 12 સભ્યોનું સસ્પેન્શન રદ કરો

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર તાનાશાહી કરી રહી છે. અમારા અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યાં સુધી સભ્યોનું સસ્પેન્શન રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર પર ભડક્યા, કહ્યુ- તાનાશાહી કરી રહી છે સરકાર, 12 સભ્યોનું સસ્પેન્શન રદ કરો
Mallikarjun Kharge

રાજ્યસભામાં (Rajya Sabha) સસ્પેન્ડ કરાયેલા 12 સભ્યોના સસ્પેન્શનને રદ કરવાની માગણી કરતા કોંગ્રેસે (Congress) કહ્યું છે કે, ગૃહમાં સર્જાઈ રહેલી મુશ્કેલીઓ માટે સરકાર જવાબદાર છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર તાનાશાહી કરી રહી છે. અમારા અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યાં સુધી સભ્યોનું સસ્પેન્શન રદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) મંગળવારે કહ્યું કે, ગૃહમાં આજે જે મુશ્કેલીઓ સર્જાઈ છે તેના માટે સરકાર જવાબદાર છે. અમે ગૃહને ચલાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને વારંવાર અમે ગૃહના નેતા અને અધ્યક્ષ બંનેને મળતા રહ્યા. અમે અમારી વાત એ પણ કરી હતી કે નિયમ 256 હેઠળ, જ્યારે તમે તેમને સસ્પેન્ડ કરો છો, તો તે નિયમ અનુસાર જ તમે સસ્પેન્ડ કરી શકો છો.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓએ તે નિયમો અનુસાર નહી પરંતુ ખોટી રીતે, ચોમાસા સત્રમાં (Winter Session) જે ઘટનાઓ બની હતી તેને આ ચાલુ સત્રમાં લાવીને અમારા 12 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. અમને સસ્પેન્ડ કર્યા પછી પણ અમે તેમને કહ્યું કે બંધારણની કલમ 82(2A) હેઠળ તેઓ અમને બરતરફ કરી શકતા નથી. જ્યાં સુધી દરેક સભ્યનો દોષ શું છે, તેણે શું કર્યું છે, તેને પહેલા તેના વિશે જણાવવું જોઈએ.

બંધારણ હેઠળ નિર્ણય લેવાયો નથીઃ ખડગે તેમણે કહ્યું કે આ સ્થિતિમાં તમામ 12 લોકોને પૂછવું પડશે. તે પછી રિઝોલ્યુશન મૂવ થશે અને તે જ દિવસે બરતરફી થશે. એટલે કે, તે 11 ઓગસ્ટ, 2021 ના ​​રોજ થવું જોઈએ. પરંતુ તે દિવસની ઘટનાને આ સત્રમાં લાવ્યા. છેલ્લા સત્રમાં બનેલી ઘટનાઓ આ સત્રમાં પૂરી થઈ જાય છે.

12 સાંસદોની બરતરફી પર ખડગેએ કહ્યું કે આ નિર્ણય બંધારણ હેઠળ લેવામાં આવ્યો નથી. નિયમો અનુસાર પણ આ પગલું યોગ્ય નથી. બરતરફી બિન-લોકશાહી રીતે થઈ રહી છે. અમે અધ્યક્ષને વારંવાર વિનંતી કરીએ છીએ કે તમે બંધારણના રક્ષક બનો. અમારા સભ્યોના અધિકારોનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે. ખડગેએ પૂછ્યું કે શું તેઓ સરકારના દબાણમાં છે. શું સરકાર તે ઈચ્છતી નથી અથવા સરકાર તેમને ખોટી માર્ગદર્શિકા આપી રહી છે. અમને ખબર નથી, પરંતુ અમારા સભ્યોને બરતરફ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ખેડૂતોની બેઠક બાદ રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી, આંદોલન ચાલું જ રહેશે

આ પણ વાંચો : રાહુલ ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતનું નિવેદન, કોંગ્રેસ નહીં તો ભાજપ સામે અન્ય કોઈ મોરચાનો અર્થ જ નથી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati