રાહુલ ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતનું નિવેદન, કોંગ્રેસ નહીં તો ભાજપ સામે અન્ય કોઈ મોરચાનો અર્થ જ નથી

આ બેઠક પછી સંજય રાઉતે મીડિયાને જે કહ્યું તેનાથી બિન-કોંગ્રેસી પક્ષોને એકત્ર કરીને ભાજપ વિરુદ્ધ ગઠબંધનની મમતા બેનર્જીની આશાને ફટકો પડ્યો છે.

રાહુલ ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતનું નિવેદન, કોંગ્રેસ નહીં તો ભાજપ સામે અન્ય કોઈ મોરચાનો અર્થ જ નથી
Sanjay Raut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:14 PM

સંજય રાઉત (Sanjay Raut) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક મંગળવારે (7 ડિસેમ્બર) શિવસેનાના યુપીએમાં જોડાવાની સંભાવના વિશે સતત ચર્ચાઓ વચ્ચે સમાપ્ત થઈ. લગભગ બે કલાક ચાલેલી આ બેઠક સાંજે 6:45 કલાકે પૂરી થઈ હતી. આ બેઠક પછી સંજય રાઉતે મીડિયાને જે કહ્યું તેનાથી બિન-કોંગ્રેસી પક્ષોને એકત્ર કરીને ભાજપ વિરુદ્ધ ગઠબંધનની મમતા બેનર્જીની આશાને ફટકો પડ્યો છે.

બેઠક બાદ સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ (Congress) વગર બીજેપી વિરુદ્ધ કોઈ ગઠબંધન કામ કરી શકે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો આવું ગઠબંધન થશે તો કોંગ્રેસ સાથે પણ એક ગઠબંધન થશે અને તેનાથી ભાજપને જ ફાયદો થશે. સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, મે રાહુલ ગાંધી સાથે લાંબી વાતચીત કરી, જે વાતચીત થઈ છે તેનો સંદેશ એ છે કે બધુ બરાબર છે. રાહુલ ગાંધી સાથે જે કંઈ પણ થયું છે, તે પહેલા હું મારી પાર્ટીના વડાને કહીશ. હું ઉદ્ધવજીને કહીશ, હું આદિત્યજીને કહીશ અને પછી હું તમને કહીશ.

જો અલગ ફ્રંટ બને તો શું કોંગ્રેસ ફ્રંટ નહીં બનાવે ? તેમણે કહ્યું કે, કોઈ ફ્રંટ બનાવશે તો અન્ય કોઈ ફ્રંટ પણ કોંગ્રેસના નેતૃત્વમાં કામ કરશે ને ? તો પછી કોને ફાયદો થશે ? તો વિરોધ નબળો પડશે ને ? ત્રીજો મોરચો, ચોથો મોરચો આ કોઈ વાત જ નથી. ફક્ત એક જ ફ્રંટ હોવો જોઈએ. કોંગ્રેસને અલગ રાખીને મોરચો બનાવવાનો કોઈ અર્થ જ નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ત્રીજા, ચોથા મોરચાનો કોઈ અર્થ નથી, માત્ર એક જ મોરચો બનાવવો જોઈએ શરદ પવાર મમતા બેનર્જીના (Mamata Banerjee) અભિપ્રાય સાથે સહમત નથી. તેઓ સતત કહેતા આવ્યા છે કે, કોંગ્રેસને અલગ રાખીને કોઈ ગઠબંધન નહીં ચાલે. તેણે મમતા બેનર્જીની સામે પણ આ વાત કહી. પરંતુ ગયા અઠવાડિયે મુંબઈની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ મીડિયાને કહ્યું હતું કે, આજે યુપીએ ક્યાં છે? રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, એક વર્ષમાં અડધો સમય વિદેશમાં વિતાવીને રાજનીતિ ન થાય.

સંજય રાઉતે વિપક્ષી પાર્ટીઓમાં ભાગલા પડવાના સવાલ પર કહી આ વાત પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું કે શું વિપક્ષમાં ભાગલા પડી ગયા છે? મમતાજી જુદી વાત કરે છે, શરદ પવાર જુદી વાત કરે છે? આ અંગે સંજય રાઉતે કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિના ભાજપ સામે મજબૂત વિપક્ષ શક્ય નથી. રાહુલજી મુંબઈ આવી રહ્યા છે. મેં રાહુલજીને કહ્યું છે કે હવે તમારે આ બાબતે આગેવાની લેવી જોઈએ. શરદ પવાર સૌથી અનુભવી નેતા છે. તેઓ જે નિર્ણયો લે છે, તે સમજી વિચારીને લે છે.

આ પણ વાંચો : લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા ! લાલ ટોપી જ ભાજપને સત્તાથી દૂર કરશે, પીએમ મોદીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર-ખેડૂત સંગઠનો MSP અને મૃત ખેડૂતોના વળતર પર સહમત, આવતીકાલે SKM ની બેઠકમાં આંદોલન અંગે લેવામાં આવશે નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">