WHOએ કોરોના સંકટ વચ્ચે આપી રાહત, ગંભીર દર્દીઓ માટે બે દવાઓને આપી મંજૂરી

ય WHOએ મોનોક્લોનલ એન્ટીબોડી સોત્રોવિમેબને બિન-ગંભીર કોવિડ દર્દીઓ માટે મંજૂરી આપી છે.

WHOએ કોરોના સંકટ વચ્ચે આપી રાહત, ગંભીર દર્દીઓ માટે બે દવાઓને આપી મંજૂરી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 8:29 AM

દુનિયાભરમાં કોરોના (Covid-19) અને તેના નવા વેરિએન્ટ ઓમિક્રોને (Omicron)કહેર મચાવ્યો છે. તેનાથી બચવા અને સારવાર માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) બે નવી દવાઓને મંજૂરી આપી છે. WHOના નિષ્ણાંતોએ બેરિસિટિનિબ દવાને ગંભીર કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરવાની વાત કહી છે. આ દવા આર્થરાઈટિસની સારવારમાં ઉપયોગ થાય છે. તે સિવાય WHOએ મોનોક્લોનલ એન્ટીબોડી સોત્રોવિમેબને બિન-ગંભીર કોવિડ દર્દીઓ માટે મંજૂરી આપી છે. સાથે જ કહ્યું છે કે સોત્રોવિમેબ તે લોકોને આપવામાં આવવી જોઈએ, જેમને હોસ્પિટલમાં દાખલ થવાનું રિસ્ક વધારે છે.

નિષ્ણાતોએ સૂચવ્યું કે ગંભીર કોવિડ દર્દીઓમાં કોર્ટીકોસ્ટેરોઈડ્સ સાથે બેરીસીટીનિબનો ઉપયોગ જીવન ટકાવી રાખવાની ટકાવારીમાં સુધારો કરે છે અને વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે. WHOના દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું કે બેરિસિટિનિબના ઉપયોગથી ફાયદો થયો.

નિષ્ણાંતોએ સલાહ આપી કે બેરીસીટીનીબ અને IL-6 રીસેપ્ટર બ્લોકરની જેમ ટોસીલીઝુમાબ અને સેરીલુમાબની સમાન અસરો છે. તેથી તેનો ઉપયોગ તેની કિંમત અને ડોકટરોના અનુભવ પર આધારિત હોવો જોઈએ.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મોલ્નુપિરાવિરની માંગ વધી

જે રીતે ગયા વર્ષે બીજી લહેરમાં રેમડેસિવિરની માંગ થઈ હતી, તે રીતે આ વખતે મોલ્નુપિરાવિરની માંગ વધી છે. આ દવાને કોરોનાની દવા કહેવામાં આવી રહી છે. આ દવાનો કોર્સ 5 દિવસનો હોય છે અને કોરોના દર્દીઓને આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ એક એન્ટીવાયરલ ડ્રગ્સ છે. આ દવાનો ફ્લૂ એટલે કે ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે વિકસિત કરવામાં આવી હતી. આ એક ઓરલ ડ્રગ છે.

મોલ્નુપિરાવિર સંક્રમણ બાદ વાયરસની સંખ્યા વધારવાથી રોકે છે. જ્યારે વાયરસ શરીરમાં પહોંચે છે તો તે પોતાનું જીનોમ રેપ્લિકેટ કરે છે. તેની મદદથી તે પોતાની સંખ્યાને વધારે છે પણ ત્યારે તે કોરોનાથી સંક્રમિત કોષોને શોષી લે છે. દવાના કારણે ચેપગ્રસ્ત કોષોમાં એક પ્રકારની ખામી સર્જાય છે અને વાયરસ તેની સંખ્યા વધારવામાં અસમર્થ થઈ જાય છે. તેથી દવાની અસર આખા શરીરમાં થવા પર વાયરસ કંટ્રોલ થવા લાગે છે.

આ પણ વાંચો: ઓમિક્રોન સામેની લડતમાં N95 માસ્કને માનવામાં આવી રહ્યું છે સૌથી કારગર, એક અભ્યાસમાં થયો ખુલાસો

આ પણ વાંચો: IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">