IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી

10 જાન્યુઆરી 2022 સુધી 1.59 કરોડ કરતાં વધુ કરદાતાઓને 1,54,302 કરોડ રૂપિયા રિફંડ આપ્યું છે. આ આંકડો 1 એપ્રિલ, 2021 અને 10 જાન્યુઆરી, 2022 વચ્ચે કરવામાં આવેલા રિફંડનો છે.

IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી
IT Department sends Rs 1.54 lakh crore to taxpayers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 7:34 AM

આવકવેરા વિભાગે (Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ (2021-22)માં 10 જાન્યુઆરી 2022 સુધી 1.59 કરોડ કરતાં વધુ કરદાતાઓને 1,54,302 કરોડ રૂપિયા રિફંડ આપ્યું છે. આ આંકડો 1 એપ્રિલ, 2021 અને 10 જાન્યુઆરી, 2022 વચ્ચે કરવામાં આવેલા રિફંડનો છે. આમાંથી વ્યક્તિગત આવકવેરાનું રિફંડ રૂ. 53,689 કરોડ જ્યારે કોર્પોરેટ ટેક્સ રિફંડ રૂ. 1,00,612 કરોડ છે.

આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું છે કે , “સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 અને 10 જાન્યુઆરી, 2022 વચ્ચે 1.59 કરોડ કરતાં વધુ કરદાતાઓને રૂ. 1,54,302 કરોડથી વધુની ચુકવણી કરી છે. 1,56,57,444 કેસમાં રૂ. 53,689 કરોડનું આવકવેરા રિફંડ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 2,21,976 કેસમાં રૂ. 1,00,612 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ જારી કરવામાં આવ્યું છે.”

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. આ નાણાકીય વર્ષ 2019-20માં જાહેર કરવામાં આવેલા રૂ. 1.83 લાખ કરોડના રિફંડ કરતાં 43.2 ટકા વધુ છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઇટ પરથી રિફંડની સ્થિતિ આ રીતે તપાસો

  • સૌથી પહેલા વેબસાઈટ www.incometax.gov.in પર જાઓ.
  • યુઝર આઈડી અને પાસવર્ડ નાખો.
  • લોગ ઈન કર્યા પછી તમને ઈ-ફાઈલિંગનો વિકલ્પ દેખાશે.
  • હવે તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો
  • આગળ View File Return પર ક્લિક કરો.
  • હવે તમારા ITRની વિગતો દેખાશે.

રિફંડ ક્યારે મળે છે ?

કેટલા દિવસમાં રિફંડ મળશે તમારા આવકવેરા રિટર્નની ઈ-વેરિફિકેશનની તારીખથી તમારું રિફંડ જમા થવામાં સામાન્ય રીતે 20-60 દિવસ લાગે છે. જો કે, જો તમે CPC બેંગલોરને ITR-V મોકલીને વેરિફિકેશન કરાવવા માંગતા હો, તો તેમાં થોડો વધુ સમય લાગી શકે છે.

ઘણી વખત એવું પણ બને છે કે તમે ITR રિફંડ મેળવવા માટે હકદાર છો પરંતુ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી પણ તે મળ્યું નથી. તેના કેટલાક ખાસ નિયમો પણ છે જે જાણવું જરૂરી છે. જો તમે નિયમોનું યોગ્ય રીતે પાલન કરો છો, બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરો છો, તો તમને ચોક્કસપણે ટેક્સ રિફંડ મળશે. તેમાં થોડો વિલંબ થઈ શકે છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ વતી રિફંડની પ્રક્રિયા ટેક્સ ફાઇલર દ્વારા રિટર્નની ઇ-વેરિફાઇ કર્યા પછી જ શરૂ થાય છે.

જો રિફંડ ન મળે તો મેઇલ તપાસો સામાન્ય રીતે, તમારા એકાઉન્ટમાં રિફંડ જમા થવામાં 25-60 દિવસ લાગે છે. જો કે, જો તમને આ સમયગાળા દરમિયાન તમારું રિફંડ મળ્યું નથી, તો તમારે તમારા ITRમાં વિસંગતતાઓ તપાસવી જોઈએ. ટેક્સ રિફંડ સંબંધિત IT વિભાગની કોઈપણ માહિતી માટે તમારે તમારો ઈમેલ તપાસવો આવશ્યક છે. આ માહિતી માત્ર ઈમેલ દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">