કોરોનાની ત્રીજી લહેર વચ્ચે WHOએ જણાવી 2 નવી દવા, જાણો કેટલી અસરકારક રહેશે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોવિડ-19ની સારવાર માટે બે નવી દવાઓની ભલામણ કરી છે. આ બે નવી દવાઓના નામ બેરીસીટીનીબ અને કેસિરીવીમાબ-ઇમડીવીમાબ છે.

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે WHOએ જણાવી 2 નવી દવા, જાણો કેટલી અસરકારક રહેશે
coronavirus medicine (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:29 PM

ભારતમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર આવી ચુકી છે. જેને લઇને ભારતનું આરોગ્ય તંત્ર (Health system) પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે. આ વચ્ચે એક જર્નલમાં આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોનાના ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે કોર્ટીકોસ્ટેરોઇડ્સ સાથે બેરીસીટીનિબનો ઉપયોગ કરી શકાય છે. આ દવા સામાન્ય રીતે સંધિવાની સારવારમાં વપ્રાય છે.

ભારતમાં વધતા જતા કોરોનાના અને ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વચ્ચે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોવિડ-19ની સારવાર માટે બે નવી દવાઓની ભલામણ કરી છે. આ બે નવી દવાઓના નામ બેરીસીટીનીબ અને કેસિરીવીમાબ-ઇમડીવીમાબ છે. એક સમીક્ષા જર્નલમાં આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે કોર્ટીકોસ્ટેરોઈડ્સ સાથે બેરીસીટીનિબનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આ દવા સંધિવાની સારવારમાં વપરાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે આ દવા

એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાના રોગમાં આ દવા વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે અને કોઈપણ આડઅસર વિના દર્દીના જીવનના જોખમને ઘટાડી શકે છે. તેની અસર સંધિવા માટેની અન્ય દવા, ઇન્ટરલ્યુકિન-6 (IL-6) જેવી જ છે. જો તમારી પાસે બંને દવાઓનો વિકલ્પ હોય, તો કિંમત, ઉપલબ્ધતા અને ક્લિનિશિયનના અનુભવના આધારે દવા ખરીદી શકાય છે, જો કે બંને દવાઓ એક જ સમયે લેવાની ભૂલ ન કરવી

WHOએ ગાઇડલાઇન અપડેટમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને મોનોક્લોનલ એન્ટિબોડી સોટ્રોવિમાબનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે. તે ઓછા ગંભીર ચેપ ધરાવતા દર્દીઓને આપી શકાય છે. WHOએ અન્ય મોનોક્લોનલ એન્ટિબોડી દવા, કેસિરીવિમાબ-ઇમડિવિમાબ માટે પણ સમાન ભલામણ કરી છે.

હાલ સારવારની ભલામણ કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી

WHO દ્વારા જાહેર કરેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોનોક્લોનલ એન્ટિબોડી સારવારની ભલામણ કરવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી અને આરોગ્ય સંસ્થાએ પણ સ્વીકાર્યું છે કે ઓમિક્રોન જેવા નવા પ્રકારો સામે તેની અસરકારકતા હાલમાં જાણીતી નથી. મોનોક્લોનલ એન્ટિબોડીઝનો પૂરતો ડેટા પ્રાપ્ત થતાં જ તેની માર્ગદર્શિકા અપડેટ કરવામાં આવશે.

સાત ટ્રાયલમાં મળેલા પુરાવા પર આધારિત છે ભલામણ

WHOની આ ભલામણો 4,000 સામાન્ય, ઓછા ગંભીર અને વધુ ગંભીર સંક્રમિત દર્દીઓ પર સાત ટ્રાયલમાં મળેલા પુરાવા પર આધારિત છે. આ તમામ દર્દીઓ મેજિક એવિડન્સ ઇકોસિસ્ટમ ફાઉન્ડેશનના મેથોડોલોજિકલ સપોર્ટના સહયોગથી WHO દ્વારા વિકસિત જીવન માર્ગદર્શિકાનો ભાગ છે. જેથી કરીને કોવિડ-19 મેનેજમેન્ટ માટે વિશ્વસનીય માર્ગદર્શિકા આપી શકાય અને દર્દીઓની સારવાર કરતા ડોકટરો પણ વધુ સારા નિર્ણયો લઈ શકે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Data Point: તમામ રાજ્યોમાં ઓમિક્રોનનો વધારો, ડેટાના આધારે જાણો કયા ત્રણ રાજ્ય નોંધાવે છે દેશના અડધાથી વધુ કેસ

આ પણ વાંચો-

જો દેશમાં આ લોકોને થાય કોરોના તો સ્થિતિ બની શકે છે ગંભીર, મૃત્યુનું જોખમ પણ છે વધારે

g clip-path="url(#clip0_868_265)">