જો દેશમાં આ લોકોને થાય કોરોના તો સ્થિતિ બની શકે છે ગંભીર, મૃત્યુનું જોખમ પણ છે વધારે

ભારતમાં આવા જિન ધરાવતા 27 ટકા લોકો છે. એટલે કે જો આ લોકોને કોરોના થાય છે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

જો દેશમાં આ લોકોને થાય કોરોના તો સ્થિતિ બની શકે છે ગંભીર, મૃત્યુનું જોખમ પણ છે વધારે
Scientists Discover Gene ( symbolic photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 12:35 PM

માત્ર દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કોરોનાના (corona) નવા વેરિઅન્ટ ઓમિક્રોનના (omicron variant) કેસ વધી રહ્યા છે. સંક્ર્મણના વધતા જતા કેસ વચ્ચે પોલેન્ડના (Poland) વૈજ્ઞાનિકોનું સંશોધન ચોંકાવનારું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેટલાક લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ બમણા કરતા પણ વધારે છે. જો તેમનામાં ચેપ લાગે છે, તો મૃત્યુનું જોખમ પણ વધારે છે. આનું કારણ તેમનામાં હાજર એક ખાસ પ્રકારનું જીન છે. ખરેખર, પોલેન્ડના વૈજ્ઞાનિકોએ એક જિન શોધી કાઢ્યું છે જે સંક્ર્મણનું જોખમ વધારે છે. જે વ્યક્તિમાં આ જિન છે તેમને સંક્ર્મણ પછી વધુ બીમાર થવાનું જોખમ રહેલું છે. સંશોધનના પરિણામોથી ડોક્ટરોને શું ફાયદો થશે અને આ પરિણામો શું કહે છે, જાણો આ સવાલોના જવાબ.

આ દાવો પોલેન્ડની મેડિકલ યુનિવર્સિટી ઓફ બાયલસ્ટોકના સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. એક રિપોર્ટ અનુસાર સંશોધકોનું કહેવું છે કે સંશોધનના પરિણામો મહામારી સામે લડવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, જીન્સના આધારે ડોકટરો એવા દર્દીઓને ઓળખી શકશે કે જેઓ કોરોનાના સૌથી વધુ જોખમવાળા ક્ષેત્રમાં છે. પોલેન્ડમાં 1500 દર્દીઓ પર કરવામાં આવેલા સંશોધન બાદ આ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

ભારતમાં 27 ટકા લોકો વધુ જોખમમાં છે.

સંશોધક માર્સીન મોનિઉઝ્કો કહે છે, “અમે એક એવું જિન શોધી કાઢ્યું છે જે સંક્ર્મણ પછી દર્દીની સ્થિતિને ગંભીર બનાવી શકે છે. પોલેન્ડમાં લગભગ 14 ટકા લોકો આવા જિન ધરાવતા હોય છે. તે જ સમયે, ભારતમાં આવા જિન ધરાવતા 27 ટકા લોકો છે. એટલે કે જો આ લોકોને કોરોના થાય છે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જોખમ કેવી રીતે ઓછું થશે ?

સંશોધક માર્સીન કહે છે કે, મૃત્યુના જોખમને ઘટાડવા માટે દર્દીઓનો જેનેટિક ટેસ્ટ કરી શકાય છે. આનાથી જે રિપોર્ટ આવે છે તેના પરથી જાણી શકાય છે કે કયા દર્દીઓમાં તે ખાસ પ્રકારનું જીન છે. ઈન્ફેક્શન વધુ વધે તે પહેલા ખાસ કાળજી લઈને તે દર્દીને બચાવી શકાય છે.

સંશોધકોનું કહેવું છે કે જિન વય, લિંગ અને વજન પછી ચોથું એવું પરિબળ છે, જે કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી દર્દીની સ્થિતિ કેટલી ગંભીર બની શકે છે તે જાણી શકે છે. લગભગ દોઢ વર્ષની મહેનત બાદ તે ચોક્કસ પ્રકારના જિનની ઓળખ કરવામાં આવી છે

ઉચ્ચ જોખમ ઝોનના દર્દીઓમાં જોખમ ઘટાડી શકે છે.

સંશોધકોના મતે મધ્ય અને પૂર્વ યુરોપના લોકો રસીકરણને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાના કારણે વધતી જતી મોતની સંખ્યા પણ એક મોટું કારણ છે. સંશોધનના પરિણામોની મદદથી, ચોક્કસ જિન ધરાવતા લોકોને રસી આપીને અથવા સંક્ર્મણની સ્થિતિમાં વધારાની કાળજી રાખીને ગંભીર જોખમો ઘટાડી શકાય છે.

આ પણ વાંચો : કોરોના રસીકરણ મહાભિયાનને એક વર્ષ પૂર્ણ, 70 % વસ્તી એક વર્ષમાં થઇ ફૂલી વેક્સીનેટેડ, તો 30 કરોડ બાળકોને મળ્યો પહેલો ડોઝ

આ પણ વાંચો : ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે લગ્ન પહેલા કરાવ્યું ટેટૂ, જુઓ તસ્વીર

g clip-path="url(#clip0_868_265)">