વાવાઝોડા દરમિયાન આટલું કરો અને આટલું ન કરો, પૂર્વ તૈયારીના લીધે ટળી શકે છે જોખમ
વાવાઝોડાની પહેલાની તૈયારીઓ તમને બચાવી શકે છે. કહેવાય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એવી રીતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં પહેલાં જ લઈ લેવા જોઈએ. વાવાઝોડા પહેલાંની તૈયારી વિશે વાત કરીએ તો તેમાં ખાસ કરીને પોતાના રહેઠાણની મજબૂતીથી ખાતરી કરી લેવી જોઈએ. જો બાંધકામને લઈને કોઈ ખામી હોય તો […]

વાવાઝોડાની પહેલાની તૈયારીઓ તમને બચાવી શકે છે. કહેવાય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એવી રીતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં પહેલાં જ લઈ લેવા જોઈએ.
વાવાઝોડા પહેલાંની તૈયારી વિશે વાત કરીએ તો તેમાં ખાસ કરીને પોતાના રહેઠાણની મજબૂતીથી ખાતરી કરી લેવી જોઈએ. જો બાંધકામને લઈને કોઈ ખામી હોય તો તાત્કાલિક જ તેને દૂર કરવી જોઈએ. સમાચારો અને ચેતવણી સતત વિશ્વસનીય સોર્સથી સાંભળતી રહેવી જોઈએ અને કોઈપણ અફવાઓથી ગેરમાર્ગે ન તો દોરાવું જોઈએ અને કોઈપણ દોરવા ન જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સ્થાનિક અધિકારી કે કંટ્રોલ રુમ સાથે સતત સંપર્ક બનાવી રાખવો જોઈએ અને તેના નંબર નોંધી લેવા જોઈએ. જો વાવાઝોડું નજીક જ હોય તો ઢોરને ખૂંટામાંથી છોડી દેવા જોઈએ જેથી કરીને તે પોતાનો સ્વબચાવ કરી શકે. માછીમારો અને અગરિયાઓએ દરિયામાં જવું જોઈએ નહીં. સરકાર દ્વારા નિર્મિત સાઈકલોન કેન્દ્રમાં જરુર પડે સહારો લેવો જોઈએ અને જે પણ માહિતી અને સલાહ તંત્ર દ્વારા આપવામાં આવે તેને અનુસરવી જોઈએ.
ખોરાક મહત્ત્વની વસ્તુ છે આથી સૂકો નાસ્તો, ધાબળા અને કપડાં તેમજ જરુરી દવાઓને સાથે એક જગ્યાએ પહેલાંથી રાખી લેવી જોઈએ. આથી જો બહાર બજારો બંધ રહે તો પણ સૂકા નાસ્તાથી ચલાવી શકાય.
વાવાઝોડા દરમિયાન શું કરવું તેની વાત કરીએ તો તરત જ જર્જરિત મકાન વગેરે હોય ત્યાંથી યોગ્ય સ્થળે આશ્રય લેવો જોઈએ. રેડિયો પર સતત સમાચાર સાંભળતા રહેવા જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. વાવાઝોડા સમયે કોઈપણ પરિસ્થિતિમાં ઘરની બહાર નિકળવું ના જોઈએ અને મુસાફરી કરવી જોઈએ નહીં. વીજપ્રવાહ અને ગેસ ક્નેકશન બંધ કરી દેવા જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દરિયાનજીક, ઝાડ નીચે કે વીજળીની ચાલુ લાઈનો નીચે ઉભા રહેવાનું જોખમ ઉઠાવવું ન જોઈએ. માછીમારોને દરિયામાં જતા રોકવા જોઈએ. અગરિયાએ સલામત સ્થળે આશ્રય લેવો જોઈએ. ખોટી વાતો અને અફવાને ટાળીને રેડિયો પર સતત માહિતી મેળવવી જોઈએ.
આ પણ વાંચો: દેશમાં પ્રથમ કિસ્સો! બિરજુ સલ્લાએ પ્લેન હાઈજેકિંગની ધમકી આપી તો કોર્ટે ફટકારી જનમટીપની સજા!
વાવાઝોડા પછીની વાત કરીએ તો તેમાં ખાસ કરીને બચાવ કામગીરીમાં ફાયર બિગ્રેડ, પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓની મદદ લેવી જોઈએ. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બચાવ કરીને સલામત સ્થળે લઈ જવા જોઈએ. જરુર પડે ત્યાં લોકોને તબીબી સહાય મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને સ્વેચ્છાએ બચાવ કાર્યમાં આગળ આવવું જોઈએ. ભારત સરકારના વિશ્વસનીય ન્યૂઝ સોર્સ કે હવામાન ખાતાને અનુસરવું જોઈએ અને અસરગ્રસ્તોને સતત મદદ ઉપલબ્ધ કરાવવી જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]