યુક્રેન-રશિયા યુદ્ધ પર મમતા બેનર્જીએ એવુ તે શું કહ્યું કે હંગામો મચી ગયો, જુઓ VIDEO

યુક્રેન-રશિયા યુદ્ધ પર મમતા બેનર્જીએ એવુ તે શું કહ્યું  કે હંગામો મચી ગયો, જુઓ VIDEO
Mamata Banerjee video goes viral

BJP નેતા શુભેન્દુ અધિકારીએ ટ્વિટ કરીને લખ્યુ, "અકલ્પનીય!!! CM મમતા બેનર્જીએ ગઈકાલે પોતાની મર્યાદા ઓળંગી હતી અને કેન્દ્ર પર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો."

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 30, 2022 | 1:47 PM

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી(CM Mamata Banerjee)  ઘણીવાર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જોવા મળે છે. ત્યારે આ વખતે પણ મમતા બેનર્જીએ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને PM નરેન્દ્ર મોદીને પણ આડે હાથ લીધા છે. ભાજપના નેતા અને બંગાળ વિધાનસભામાં (West Bengal Assembly) વિરોધ પક્ષના નેતાએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો CM મમતા બેનર્જીની જાહેર સભાનો છે. આ જાહેર સભામાં CM મમતા બેનર્જીએ રશિયા અને યુક્રેન યુદ્ધને(Russia ukraine WAR)  લઈને એક નિવેદન આપે છે, જેનાથી હંગામો મચી ગયો છે.

શુભેન્દુ અધિકારીએ નિવેદનને અકલ્પનીય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ નિવેદન ભારતીય કૂટનીતિને નુકસાન પહોંચાડી શકે છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોને અસર કરી શકે છે. સાથે જ તેણે આ નિવેદનને શરમજનક ગણાવીને તેને માફી માગવા પણ કહ્યું છે.

કેન્દ્ર પર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉશ્કેરવાનો આરોપ

BJP નેતા શુભેન્દુ અધિકારીએ ટ્વિટ કરીને લખ્યુ, “અકલ્પનીય!!! CM મમતા બેનર્જીએ ગઈકાલે પોતાની મર્યાદા ઓળંગી હતી અને કેન્દ્ર પર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. શું તેઓ જાણતા નથી કે આ શબ્દોનો ઉપયોગ રાજદ્વારી રીતે ભારત વિરુદ્ધ થઈ શકે છે ? આના કારણે  વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પ્રભાવિત થઈ શકે છે.

જુઓ વીડિયો

ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા કેમ ન કરી?

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરત ફરવા પર CM મમતા બેનર્જીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે જો આ વાત ત્રણ-ચાર મહિના પહેલાથી જ ખબર હતી તો ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા કેમ ન કરી? તેના પરત આવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આટલું મોડું કેમ થયું ? આ કેસમાં બેદરકારી દાખવવામાં આવી છે અને બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

મમતા બેનર્જીએ સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગ કરી

CM મમતા બેનર્જીએ યુક્રેન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થનની ઓફર કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને બિન-આક્રમકતા પર દેશના વલણને અનુરૂપ કટોકટીને દૂર કરવા માટે રાષ્ટ્રીય સંકલ્પ માટે સર્વપક્ષીય બેઠક બોલાવવા પર વિચાર કરવા પણ કહ્યુ હતુ.PM મોદીને લખેલા પત્રમાં મમતા બેનર્જીએ પુનરોચ્ચાર કર્યો હતો કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓને બહાર કાઢવાના સંદર્ભમાં દેશ સાથે છે.

આ પણ વાંચો : Prashant Kishor: રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યુ ‘આપ’ રાતોરાત રાષ્ટ્રીય પાર્ટી નહી બને, ભાજપને ટક્કર આપવા બે દાયકાની જરૂર પડશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati