Western Railway : પશ્ચિમ રેલ્વેની વધુ એક સિદ્ધી, એક જ દિવસમાં 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન કર્યુ
Western Railway : 21 મે ના રોજ 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી 2 ટ્રેનો બેંગલુરુ અને 2 ટ્રેનો દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.

Western Railway : ભારતીય રેલ્વેમાં પશ્ચિમ રેલ્વેએ વધુ એક સિદ્ધી મેળવી છે. દેશભરમાં વિભિન્ન રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવાના ભારતીય રેલવેના પ્રયાસોને વેગ આપતા પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત જંગમા વિશિષ્ટ પ્રદાન આપવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારને રાહત આપવા ઓક્સિજન એક્સપ્રેસ (Oxygen Express) ટ્રેન મારફતે લિકવિડ મેડિકલ ઓક્સિજનના પરિવહનમાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધી મેળવી છે.
માત્ર એક જ દિવસમાં 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન 20 મે, 2021 ના રોજ પશ્ચિમ રેલવે (Western Railway) એ એક દિવસમાં સૌથી વધુ 450 ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન કર્યું હતું. પશ્ચિમ રેલવેએ ચાર ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવી હતી જેમાં 24 ટેન્કર મારફતે 450.59 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યુ. આ 4 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાંથી 2 ટ્રેનો ગુજરાતના કનાલુસથી બેંગલુરુ અને 2 ટ્રેનો ગુજરાતના હાપાથી દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.
21 મે, 2021 ના રોજ એક ઓક્સિજન એક્સપ્રેસ હાપાથી દિલ્હી જવા રવાના થઈ હતી, જેમાં 6 ટેન્કર મારફતે 110 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. 1105 કિમીનું અંતર કાપ્યા બાદ ટ્રેન તેના નક્કી કરેલ સ્થાને પહોંચશે.
અત્યાર સુધીમાં 40 40 ઓક્સિજન એક્સપ્રેસ દોડાવાઈ પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા લીક્વીડ મેડીકલ ઓક્સિજનના પરિવહન માટે અત્યાર સુધીમાં કુલ 40 ઓક્સિજન એક્સપ્રેસ (Oxygen Express) ટ્રેનો દોડાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સુધી ચલાવવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલ માહિતીમાં જણાવ્યું છે કે પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 40 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવાઈ છે અને આ ટ્રેનોમાં લગભગ 3737 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)નું 196 ટેન્કર મારફતે પરિવહન કરવામાં આવ્યું છે.
Around 200 #OxygenExpress trains have completed their journey delivering nearly 12630 MT of medical oxygen in more than 775 tankers to 13 States
10 loaded oxygen expresses are on the run with more than 784MT of LMO in 45 tankers#Unite2FightCorona
Read: https://t.co/LDPNuSOJvW pic.twitter.com/ys742U8Boi
— PIB India (@PIB_India) May 20, 2021
અત્યાર સુધીમાં 12630 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનનું પરિવહન 20 મે, 2021 સુધીમાં, ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે (Western Railway) સહીતના વિવિધ ઝોન દ્વારા દેશના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં 521 મેટ્રિક ટન, ઉત્તરપ્રદેશમાં 3189 મેટ્રિક ટન, મધ્યપ્રદેશમાં 521 મેટ્રિક ટન, હરિયાણામાં 1549 મેટ્રિક ટન, તેલંગાણામાં 772 મેટ્રિક ટન, રાજસ્થાનમાં 98 મેટ્રિક ટન, કર્ણાટકમાં 641 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું.
આ સાથે ઉત્તરાખંડમાં 320 મેટ્રિક ટન, તમિલનાડુમાં 584 મેટ્રિક ટન, આંધ્રપ્રદેશમાં 292 મેટ્રિક ટન, પંજાબમાં 111 મેટ્રિક ટન, કેરળમાં 118 મેટ્રિક ટન અને દિલ્હીમાં 3915 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન થઈને કુલ 775 ટેન્કર મારફતે 12630 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : DRDO ની વધુ એક સિદ્ધી, કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી