PMની સુરક્ષામાં ક્ષતિઓથી ચિંતિત રાષ્ટ્રપતિ, PM મોદીએ પોતે ઘટનાની આપી જાણકારી

PM Modi security breach : PM મોદીની સુરક્ષામાં ખામીનો મુદ્દો ગંભીર બની ગયો છે. પીએમની સુરક્ષામાં ક્ષતિને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. પંજાબના સીએમ ચન્નીનું કહેવું છે કે તેમને ખબર ન હતી કે પીએમ મોદી રોડમાર્ગેથી આવી રહ્યા છે.

PMની સુરક્ષામાં ક્ષતિઓથી ચિંતિત રાષ્ટ્રપતિ, PM મોદીએ પોતે ઘટનાની આપી જાણકારી
PM Modi meets President
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 3:00 PM

PM Modi meets President : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (President Ram Nath Kovind) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં ખામી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેમને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan,) બોલાવ્યા હતા. પીએમ મોદીએ (PM Modi) શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો (PM Modi security breach) મામલો પણ ગંભીર બન્યો છે.

અત્યાર સુધી જે તથ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ તો પંજાબ પોલીસ (Punjab Police) અને પંજાબ સરકારની ગંભીર બેદરકારી સામે આવી છે. પંજાબ પોલીસ અને મુખ્યમંત્રી ચરણજીત ચન્ની (Chief Minister Charanjit Channi) સરકાર સવાલોના ઘેરામાં છે. પીએમની સુરક્ષામાં ક્ષતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પણ પહોંચ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પંજાબ સરકારે તપાસ માટે રચી સમિતિ

આ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જો કે પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી છે. આ સમિતિ ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે. પીએમ મોદી બુધવારે પંજાબમાં હતા. તેઓ ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ મ્યુઝિયમ જઈ રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો હુસૈનવાલા ફ્લાયઓવર પાસે પહોંચ્યો ત્યારે પ્રદર્શનકારીઓ પહેલાથી જ ત્યાં હતા. ફ્લાયઓવર પર દેખાવકારોની હાજરીને કારણે પીએમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો. આ દરમિયાન પીએમની સુરક્ષામાં તૈનાત એસપીજીએ સીએમ ચન્ની અને સીએમ ઓફિસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો.

ભાજપ અને કોંગ્રેસ આમને-સામને

પીએમ મોદીની સુરક્ષામાં ભંગ એ ગંભીર મુદ્દો બની ગયો છે. પીએમની સુરક્ષામાં ક્ષતિને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. પંજાબના સીએમ ચન્નીનું કહેવું છે કે તેમને ખબર ન હતી કે પીએમ મોદી રોડમાર્ગથી આવી રહ્યા છે. ચન્નીએ કહ્યું કે તેમના નજીકના વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આવી સ્થિતિમાં કેબિનેટે તેમને સલાહ આપી કે તેમણે પીએમને રિસીવ કરવા ન જવું જોઈએ.

આ પણ વાંચોઃ

આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

આ પણ વાંચોઃ

PM Security Breach: PM મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે થશે સુનાવણી

g clip-path="url(#clip0_868_265)">