West Bengal: ‘પાર્થ કાંડ’થી મમતાનો મૂડ બગડ્યો, કેબિનેટમાં ફેરદબલ પહેલા મંત્રીઓને આપી ચેતવણી

સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ચેતવણી આપી હતી કે તેઓ એવું કોઈ કામ ન કરે, જેનાથી પાર્ટી અને કેબિનેટનો અનાદર થાય. તમને જણાવી દઈએ કે પાર્થ ચેટર્જી મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ મંત્રીઓમાંના એક હતા.

West Bengal: 'પાર્થ કાંડ'થી મમતાનો મૂડ બગડ્યો, કેબિનેટમાં ફેરદબલ પહેલા મંત્રીઓને આપી ચેતવણી
Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 3:39 PM

પશ્ચિમ બંગાળમાં (West Bengal) શિક્ષક ભરતી કૌભાંડમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની (Partha Chatterjee) ધરપકડ બાદ રાજ્ય કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પહેલી વખત ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા હતા. સીએમ મમતા બેનર્જીએ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ચેતવણી આપી હતી કે તેઓ એવું કોઈ કામ ન કરે, જેનાથી પાર્ટી અને કેબિનેટનો અનાદર થાય. તમને જણાવી દઈએ કે પાર્થ ચેટર્જી મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ મંત્રીઓમાંના એક હતા. તૃણમૂલ કોંગ્રેસની રચના થઈ ત્યારથી તેઓ મમતા બેનર્જીની સાથે હતા અને પાર્ટી અને સરકારમાં પાર્થ ચેટર્જીનું પદ સંભાળ્યું હતું.

મમતા બેનર્જીએ વિધાનસભાની સમગ્ર જવાબદારી પાર્થ ચેટરજીને આપી દીધી હતી, પરંતુ જે રીતે પાર્થ ચેટરજીનો મામલો સામે આવ્યો છે, તેનાથી માત્ર પાર્ટી જ નહીં પરંતુ સમગ્ર સરકાર હચમચી ગઈ છે. જણાવી દઈએ કે 28 જુલાઈના રોજ મમતા બેનર્જીએ રાજ્ય કેબિનેટની બેઠક કરી હતી. તેના ત્રણ દિવસ બાદ જ બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જ મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે બુધવારે રાજ્ય કેબિનેટમાં ફેરબદલ થશે.

પાર્ટીએ પાર્થ ચેટર્જી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી

શિક્ષક ભરતી કૌભાંડમાં પાર્થ ચેટર્જીનું નામ સામે આવ્યા બાદ પાર્ટીએ તેમને માત્ર સસ્પેન્ડ જ કર્યા ન હતા, પરંતુ તેમને મંત્રી પદેથી છૂટા પણ કર્યા હતા. પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે તે કોઈપણ વ્યક્તિના કામની જવાબદારી લેશે નહીં. આ માટે તે પોતે જ જવાબદાર રહેશે. પાર્ટીએ પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીના મામલામાં પોતાની જાતને સંપૂર્ણપણે દૂર કરી લીધી છે, જોકે ભાજપ સતત મમતા બેનર્જીને આ મામલે ખેંચવાનો પ્રયાસ કરી રહી છે અને આરોપ લગાવી રહી છે કે મમતા બેનર્જી પણ આ મામલામાં સામેલ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજ્ય કેબિનેટમાં 5 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે

જણાવી દઈએ કે સોમવારે બપોરે રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી. અગાઉ 3 વાગે બેઠક મળવાની હતી, પરંતુ બાદમાં બપોરે 12.30 વાગે કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજી હતી. જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, શું કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે? મુખ્યમંત્રીએ જાહેર કર્યું, ઘણા મંત્રાલયો ખાલી પડ્યા છે, કારણ કે સુબ્રત મુખર્જી પોતે પંચાયતની દેખરેખ રાખતા હતા.

સાધન પાંડે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, કન્ઝ્યુમર કોઓપરેટિવ્સનું ધ્યાન રાખતા હતા, પાર્થ ચેટર્જી ઈન્ડસ્ટ્રી, આઈટી, સંસદીય કામો જોતા હતા. જેથી આ કચેરીઓ ખાલી પડી છે અને મારા માટે બધી જવાબદારી સંભાળવી શક્ય નથી, તેથી તેની વહેંચણી કરવી પડશે. બુધવારે સાંજે 4 કલાકે નાનો ફેરબદલ થશે, જે ચાર-પાંચ લોકો કેબિનેટમાં છે, હું તેમનો પક્ષના કામમાં ઉપયોગ કરીશ અને બાકીના 5-6 લોકોને સામેલ કરવામાં આવશે.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">