Weather Update: આવતીકાલથી હવામાન બદલાશે અને આગામી 2 દિવસ સુધી ઘણા રાજ્યોમાં પડશે વરસાદ, IMD એ જાહેર કર્યું યલો એલર્ટ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
IMDએ ઉત્તર ભારતમાં 9 ફેબ્રુઆરીએ વરસાદની (Rain) આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તે જ સમયે, હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં હળવા વરસાદની સંભાવના છે.
IMD તરફથી મળેલી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઉત્તર ઓડિશામાં 9 અને 10 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનમાં પણ વરસાદ પડશે.
જમ્મુ-કાશ્મીરમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે 9 અને 10 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના કેટલાક સ્થળોએ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઈનસ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 7.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની ધારણા છે.
વરસાદથી ઠંડી વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે IMDએ 9 અને 10 ફેબ્રુઆરીએ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. IMD એ પણ વરસાદને કારણે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે. 9 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલયન પ્રદેશ (જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) પર વાવાઝોડાં અને વીજળી સાથે વ્યાપક વરસાદ અને બરફ પડવાની સંભાવના છે.
ઘણા રાજ્યોમાં એલર્ટ
9 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં વ્યાપક વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. તે જ સમયે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિવિધ ભાગોમાં કરા પડવાની સંભાવના છે. જ્યારે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.