Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue Of Equality: સહસ્ત્રાબ્દી મહોત્સવમાં અમિત શાહે કહ્યું- રામાનુજાચાર્યજીએ દેશને સનાતન ધર્મ સાથે જોડ્યો, તેમની પ્રતિમા આપે છે અદ્ભુત શાંતિ અને ખુશી

ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દંડી સ્વામીજીના કર કમળથી 'સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું હમણાં જ ત્યાં જઈને આવ્યો છું. આ પ્રતિમાના દર્શન કરવાથી આત્માને અદ્ભુત શાંતિ અને પ્રસન્નતા મળે છે.

Statue Of Equality: સહસ્ત્રાબ્દી મહોત્સવમાં અમિત શાહે કહ્યું- રામાનુજાચાર્યજીએ દેશને સનાતન ધર્મ સાથે જોડ્યો, તેમની પ્રતિમા આપે છે અદ્ભુત શાંતિ અને ખુશી
Amit Shah - Statue Of Equality
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 7:54 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) મંગળવારે રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં જણાવ્યું કે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ (Statue of Equality) આત્માને શાંતિ આપે છે. તેમણે રામાનુજાચાર્યનું જીવન અને તમામ જીવ સમાન છે તેવા તેમના સંદેશને કાળના ખાડામાંથી વેદના મૂળ વાક્યને બહાર કાઢી, કોઈના માટે કડવું બોલ્યા વિના અનેક પરંપરાઓને તોડીને સમાજમાં પ્રસ્થાપિત કરી. ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને દંડી સ્વામીજીના (Chinna Jeeyar Swamy) કર કમળથી ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હું હમણાં જ ત્યાં જઈને આવ્યો છું. આ પ્રતિમાના દર્શન કરવાથી આત્માને અદ્ભુત શાંતિ અને પ્રસન્નતા મળે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, આખા દેશના તમામ સંપ્રદાયોના આચાર્ય અહીં બેઠા છે. તમને બધાને અહીં જોઈને મને ખાતરી છે કે આપણી યાત્રા ક્યારેય અટકશે નહીં અને ફરી એકવાર વિજયી બનીને સમગ્ર વિશ્વમાં જ્ઞાન ફેલાવશે. તેમણે કહ્યું કે સ્મારકની સાથે આ પવિત્ર ભૂમિ પર વેદના અભ્યાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી વેદની 9 શાખાઓનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ અહીંથી નીકળીને દેશભરમાં ફેલાઈ જશે અને જ્યાં પણ જશે ત્યાં વેદના જ્ઞાનની સુગંધ અને જ્યોત પ્રજ્વલિત કરશે.

કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે
41 વર્ષીય અભિનેત્રીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા
ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કેટલાની આવે ?

સ્વામીજીના પ્રયાસોને આખો દેશ યાદ રાખશે – અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે રામાનુજાચાર્યએ સમાનતાનો સંદેશ આપ્યો હતો. તેમણે દેશને સમાનતા સાથે જોડ્યો. તેમણે જાતિવાદને ખતમ કરવાનું પણ કામ કર્યું. આખો દેશ સ્વામીજીના પ્રયાસોને યાદ કરશે. ભાષાની સમાનતા માટે પણ તેમણે ઘણું કામ કર્યું. રામાનુજાચાર્યે સમાનતાની વાત ફેલાવી. તેમણે નમ્રતાથી અનેક દુષ્ટ પ્રથાઓને ખતમ કરવાનું કામ કર્યું. અમિત શાહે કહ્યું કે અહીં તમામ પ્રકારની પૂજા વ્યવસ્થા અને પૂજા પ્રણાલીને સામેલ કરવા અને સાચવવાનું કામ કરવામાં આવ્યું છે.

સનાતન ધર્મમાં અહંકાર અને જડતા નથી – ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સનાતન ધર્મમાં કોઈ અહંકાર અને જડતા નથી. ચિન્ના જીયાર સ્વામી મહારાજનો દેશ વતી આભાર. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ પર પહોંચીને શ્રી રામાનુજાચાર્યને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે, ‘આવા મહાપુરુષોના સ્મારકો લોકોને વર્ષો સુધી કામ કરવાની ચેતના અને ઉત્સાહ આપે છે.’

આ પણ વાંચો : Statue Of Equality: ગૃહમંત્રી અમિત શાહે ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ના દર્શન કર્યા, રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી મહોત્સવમાં લીધો ભાગ

આ પણ વાંચો : Fateh Rally: સુરક્ષામાં ક્ષતિ બાદ વડાપ્રધાન મોદીએ પંજાબ આવવાની જાહેરાત કરી, કહ્યું- હું ફરી પંજાબ આવીશ અને લોકોને મળીશ

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
g clip-path="url(#clip0_868_265)">