Corona Vaccination: 15-18 વર્ષની વયના 5 કરોડથી વધુ યુવાનોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો, આરોગ્ય મંત્રી માંડવિયાએ વ્યક્ત કરી ખુશી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું કે 15-18 વર્ષની વય જૂથના 5 કરોડથી વધુ યુવાનોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. માંડવિયાએ પોતાના ટ્વિટમાં લખ્યું, યુવા શક્તિને વંદન અભિનંદન.

Corona Vaccination: 15-18 વર્ષની વયના 5 કરોડથી વધુ યુવાનોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો, આરોગ્ય મંત્રી માંડવિયાએ વ્યક્ત કરી ખુશી
Corona Vaccination - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 8:28 PM

દેશમાં કોરોનાના વધતા સંક્રમણ (Corona Cases) વચ્ચે વેક્સિનને સૌથી શક્તિશાળી હથિયાર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિક પર કોરોનાની રસી (Corona Vaccine) લેવા માટે ભાર આપી રહી છે. તે જ સમયે, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandaviya) ટ્વિટ કર્યું કે 15-18 વર્ષની વય જૂથના 5 કરોડથી વધુ યુવાનોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. માંડવિયાએ પોતાના ટ્વિટમાં લખ્યું, યુવા શક્તિને વંદન અભિનંદન. 15-18 વર્ષની વય જૂથના 5 કરોડથી વધુ યુવાનોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો.’

જણાવી દઈએ કે 15-18 વર્ષના યુવાનો માટે રસીકરણ અભિયાન 3 જાન્યુઆરી 2022થી શરૂ થયું હતું. 15 દિવસમાં 50% યુવાનોને રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં 170 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 168.08 કરોડથી વધુ રસીના ડોઝ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સરકારની ફ્રી-ઓફ-કોસ્ટ ચેનલ અને સીધી રાજ્ય પ્રાપ્તિ શ્રેણી દ્વારા પ્રદાન કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મંત્રાલયે કહ્યું કે 11.81 કરોડથી વધુ રસીના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જે લોકોને આપવાના છે. દેશવ્યાપી કોરોના રસીકરણ 16 જાન્યુઆરી, 2021 ના ​​રોજ શરૂ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગયા વર્ષે 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેર ઘટી રહી છે

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,597 નવા કેસ નોંધાયા છે, સાથે મૃત્યુઆંક વધ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1188 લોકોના મોત થયા છે. જો કે, સારી વાત એ છે કે છેલ્લા એક દિવસમાં 1,80,456 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 9,94,891 છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,02,874 લોકોના મોત થયા છે. દેશમાં સકારાત્મકતા દર 5.2 છે.

આ પણ વાંચો : Statue Of Equality: સહસ્ત્રાબ્દી મહોત્સવમાં અમિત શાહે કહ્યું- રામાનુજાચાર્યજીએ દેશને સનાતન ધર્મ સાથે જોડ્યો, તેમની પ્રતિમા આપે છે અદ્ભુત શાંતિ અને ખુશી

આ પણ વાંચો : Fateh Rally: સુરક્ષામાં ક્ષતિ બાદ વડાપ્રધાન મોદીએ પંજાબ આવવાની જાહેરાત કરી, કહ્યું- હું ફરી પંજાબ આવીશ અને લોકોને મળીશ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">