અમે 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવા માંગીએ છીએ: મનસુખ માંડવિયા

રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જો સ્થાનિક, કેન્દ્ર અને રાજ્ય સ્તરે રહેલી તમામ સરકારો, સાંસદો અને અધિકારીઓ સાથે મળીને તેને જન આંદોલન બનાવે તો 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવું અઘરું નહીં હોય.

અમે 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવા માંગીએ છીએ: મનસુખ માંડવિયા
Union Health Minister Mansukh Mandaviya

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandaviya) કહ્યું કે અમે આ દેશને 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવા માંગીએ છીએ. આપણે ક્યારેય સ્વાસ્થ્યને વિકાસ સાથે જોડ્યું નથી. પીએમ મોદીના નેતૃત્વમાં આરોગ્યની વ્યાખ્યા વ્યાપક બની રહી છે. આવનારા દિવસોમાં ભારત આરોગ્ય ક્ષેત્રને વધુ મજબુત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

 

 

તે જ સમયે, રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જો સ્થાનિક, કેન્દ્ર અને રાજ્ય સ્તરે રહેલી તમામ સરકારો, સાંસદો અને અધિકારીઓ સાથે મળીને તેને જન આંદોલન બનાવે તો 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવું અઘરું નહીં હોય. તેમને વધુમાં કહ્યું કે સરેરાશ આયુષ્ય વધીને 69.4 વર્ષ થઈ ગયું છે. જે 1950માં 35 વર્ષ હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ભારતમાં કોઈપણ પ્રકારના સંક્રમિત રોગમાં ટી.બીની અસર સૌથી વધારે છે અને તેનાથી સંક્રમિત સૌથી વધુ ગરીબો જ બને છે. તેથી ટીબીને નાબૂદ કરવા માટે લેવાયેલા દરેક પગલાં ગરીબોના જીવન સાથે જોડાયેલા છે.

 

 

ટીબી સામે વિજય મેળવવા સામૂહિક પ્રયત્નો જરૂરી

મનસુખ માંડવિયાએ ગયા સપ્તાહે લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપેલા ડેટા મુજબ જણાવ્યું હતું કે ભારતમાં જાન્યુઆરીથી 18 લાખ ટીબીના કેસ નોંધાયા છે, જે એક વર્ષ પહેલા ડિસેમ્બર 2020માં નોંધાયેલા 24 લાખ કેસની તુલનાએ ઘણા ઓછા છે. તે જ સમયે રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડુએ ઉમેર્યું હતું કે ટીબી સામે જીતવા માટે દેશને સામૂહિક પ્રયત્નો કરવાની જરૂર છે.

 

ટીબીના કેસોમાં નોંધાયો 25 ટકાનો ઘટાડો

અગાઉના વર્ષની સરખામણીએ 2020માં ટીબીના કેસોની સંખ્યામાં આશરે 25 ટકાનો ઘટાડો થયો છે, જે નિષ્ણાતો માને છે કે મુખ્યત્વે કોરોના વાયરસ સંબંધિત લોકડાઉન અને અન્ય પ્રતિબંધોને કારણે છે. ઉલ્લેખનીય છે કે ભારતનો પ્રથમ કોવિડ -19 કેસ 2020માં જાન્યુઆરીના અંતમાં નોંધાયો હતો, તે વર્ષે માર્ચમાં  વાયરસના સંક્રમણને રોકવા માટે 24 માર્ચે લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

 

ટીબીથી ફેલાઈ શકે છે સંક્રમણ

ડાયરેક્ટ ઓબ્ઝર્વ્ડ થેરાપી (DOT)એ ટીબી પ્રોગ્રામનો મુખ્ય આધાર છે, જેમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીને આરોગ્ય કર્મચારીની દેખરેખ હેઠળ દવાઓ આપવામાં આવે છે. જો કે મહામારી દરમિયાન દર્દીઓની સારવાર અટકે નહીં તે માટે તેઓને એક મહિનાની દવાઓ સાથે આપવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ટેલિકન્સલ્ટેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાતોને ડર છે કે ટીબીના અજાણ્યા કેસો દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.

 

 

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં BJP નેતા અને તેની પત્ની પર આતંકવાદી હુમલો, બંનેનું હોસ્પિટલમાં મોત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati