જમ્મુ-કાશ્મીરમાં BJP નેતા અને તેની પત્ની પર આતંકવાદી હુમલો, બંનેનું હોસ્પિટલમાં મોત

આ હુમલામાં ભાજપના નેતા ડાર અને તેની પત્ની જવાહિરા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને જીએમસી અનંતનાગ લઈ જવામાં આવ્યા. જોકે, બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં BJP નેતા અને તેની પત્ની પર આતંકવાદી હુમલો, બંનેનું હોસ્પિટલમાં મોત
કાશ્મીરના અનંતનાગમાં થયો આતંકવાદી હુમલો

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)નું વાતાવરણ પહેલેથી જ તંગ રહ્યું છે. ત્યાંના લોકો આતંકવાદના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ભાજપના એક નેતા અને તેમની પત્ની પર આતંકવાદી હુમલાના સમાચાર આવી રહ્યા છે. આ હુમલામાં બંનેનું મોત નીપજ્યું છે.

 

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોક વિસ્તારમાં મોટો આતંકી હુમલો થયો છે. સોમવારે અહીં આતંકવાદીઓએ ભાજપના નેતા અને તેની પત્નીને ગોળીઓથી ઉતારી દીધા હતા. આ પછી બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેનું મૃત્યુ થયું હતું. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ગુલામ રસૂલ ડાર કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. આ ઘટના પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે.

 

 

મળતી માહિતી મુજબ આતંકવાદીઓ સોમવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોકમાં કુલગામ કિસાન મોરચાના ભાજપના નેતા ગુલામ રસૂલ ડાર (સરપંચ)ના  મકાનમાં ઘૂસ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ભાજપના નેતા ડાર અને તેની પત્ની જવાહિરા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને જીએમસી અનંતનાગ લઈ જવામાં આવ્યા. જોકે, બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

 

 

આતંકી હુમલાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સુરક્ષા દળો સાથે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જમ્મુના ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે પાકિસ્તાનના ડરપોક આતંકવાદીઓએ કુલગામમાં ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીની હત્યા કરી હતી. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેના હત્યારાઓને આ કૃત્ય માટે સખત સજા મળશે.

 

 

 

બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરના ભાજપના નેતા અલ્તાફ ઠાકુરે જણાવ્યું કે ગુલામ રસૂલ ડાર, કુલગામ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા. તેમણે કહ્યું કે ગુલામ રસૂલ ડાર અને તેની પત્ની અનંતનાગમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે 2019માં સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી અને લદાખ તેમજ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

 

 

આ પણ વાંચો : લોકસભામાં OBC સંબંધીત 127મું બંધારણ સુધારણા બિલ 2021 રજુ, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – આ રાષ્ટ્રીય હિતનો મુદ્દો, અમે સાથે છીએ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati