Viral Video : મધ્ય પ્રદેશમાં પૂરને કારણે થયેલ તબાહીનો વિડીયો થયો વાયરલ

TV9 GUJARATI

|

Updated on: Aug 04, 2021 | 11:56 AM

મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ચંબલ ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે શિવપુરી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, NDRF અને SDRF ની ટીમોએ અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,600 લોકોને બચાવ્યા છે.

Viral Video : મધ્ય પ્રદેશમાં પૂરને કારણે થયેલ તબાહીનો વિડીયો થયો વાયરલ
Madhya Pradesh

Follow us on

Viral Video : મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે થયેલ તબાહીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, જેમાં દાતિયા જિલ્લામાં (Datiya District) રતનગઢ મંદિર નજીક સિંધ નદી પર પુલનો એક ભાગ નદીના પ્રવાહમાં વહેતો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નદીમાં આવેલા ભારે પુરને પગલે નદી ઓવરફ્લો થતા નદીનો પુલ તુટ્યો હતો.આપને જણાવવું રહ્યું કે, આજે 4 ઓગસ્ટના રોજ અનેક રાજ્યોમાં હવામાન વિભાગ (Indian Meteorological Department) દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivrajsinh Chauhan) માહિતી આપી હતી કે, રાજ્યમાં થયેલા ભારે વરસાદને પગલે શિવપુરી જિલ્લામાં અટલ સાગર ડેમના (Sagar Dam) દરવાજા પણ ખોલવાની ફરજ પડી હતી. જેને કારણે સિંધ નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. જેને કારણે આપસપાસના વિસ્તારોમાં એલર્ટ (Alert) આપવામાં આવ્યુ છે.

બચાવ કામગિરી શરૂ

મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ચંબલ ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે શિવપુરી જિલ્લો (Shivpuri District) સૌથી વધુ પ્રભાવિત થયો હતો. અધિકારીઓએ (Officer) જણાવ્યું હતું કે, NDRF અને SDRF ની ટીમોએ અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,600 લોકોને બચાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ ઓછામાં ઓછા 200 ગામો હાલ પાણીમાં છે.

ભારે વરસાદને કારણે 1,171 ગામો પ્રભાવિત થયા

CM ચૌહાણે જણાવ્યું હતુ કે, “ભારે વરસાદને કારણે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં કુલ 1,171 ગામો પ્રભાવિત થયા છે. ખાસ કરીને શિવપુરી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 800 મીમી જેટલો વરસાદ થતા પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા.”

રાજ્યના અધિક મુખ્ય સચિવે (Chief Secretary) જણાવ્યું હતુ કે, શિવપુરી, શેઓપુર, ગ્વાલિયર અને દાતિયા જિલ્લાઓમાં માટે NDRFઅને SDRFદ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ખરાબ હવામાન હોવા છતાં, હેલિકોપ્ટરના (Helicopter) માધ્યમથી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બચાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: Madhya Pradesh માં પૂરથી સ્થિતી બની ગંભીર, તસવીરોમાં કેદ થયા તબાહીના દ્રશ્યો

આ પણ વાંચો: Laddakh: લદ્દાખમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati