ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસી સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Varanasi Serial Blast) સજાની જાહેરાત કરવામાં આવી છે. આતંકવાદી વલીઉલ્લાહને (Waliullah Khan) કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 7 માર્ચ 2006ના રોજ વારાણસીમાં સંકટ મોચન મંદિર અને કેન્ટ રેલ્વે સ્ટેશન પર વિસ્ફોટ થયા હતા, જેમાં 18 લોકો માર્યા ગયા હતા અને 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. 16 વર્ષ પહેલા વારાણસીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. આ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે.
વારાણસીમાં થયેલા વિસ્ફોટ બાદ વલીઉલ્લાહ વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર નહોતો. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ મામલો ગાઝિયાબાદ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાંચ આતંકવાદીઓએ ત્રણ બ્લાસ્ટ કર્યા હતા. આમાં સામેલ એક આરોપી મૌલાના ઝુબેર સુરક્ષા દળ સાથે સરહદ પર માર્યો ગયો હતો.
#VaranasiBlasts mastermind & terrorist Waliullah Khan convicted after 16 years #TV9News pic.twitter.com/sJdAZm0U9e
— Tv9 Gujarati (@tv9gujarati) June 6, 2022
જિલ્લા વહીવટીતંત્રના વકીલ રાજેશ શર્માના જણાવ્યા અનુસાર જિલ્લા સેયલ ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહાએ વલીઉલ્લાહને આઈપીસીની કેટલીક કલમો હેઠળ બે કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેને મૃત્યુદંડ અને આજીવન કેદની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ ચુકાદા સમયે કોર્ટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મીડિયાને એન્ટ્રી આપી ન હતી. ચુકાદાની જાહેરાત દરમિયાન કોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સજાનો ચુકાદો આપ્યો હતો. સવારથી આખો દેશ આ મામલે ચુકાદાની રાહ જોઈ રહ્યો હતો. દોષિત વલીઉલ્લાહ પ્રયાગરાજના ફુલપુરની નાલકુપ કોલોનીનો રહેવાસી છે. સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે 7 માર્ચ 2006ના રોજ વારાણસીમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આજે કોર્ટે દોષિતોને સજાની જાહેરાત કરી છે. વલીઉલ્લાહને કોર્ટે મૃત્યુદંડ અને આજીવન કેદની સજા ફટકારી હતી.