UP Assembly Election: UP માં હાથીને છોડી સાઇકલ પર સવાર થયા BSP ના છ ધારાસભ્યો, એક BJP ધારાસભ્ય પણ SP માં જોડાયા

તમામ ધારાસભ્યોએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે રાજ્યના લોકોમાં ભાજપ પ્રત્યે એટલો ગુસ્સો છે કે આવનારા સમયમાં રાજ્યમાંથી ભાજપનો સફાયો થઈ જશે.

UP Assembly Election: UP માં હાથીને છોડી સાઇકલ પર સવાર થયા BSP ના છ ધારાસભ્યો, એક BJP ધારાસભ્ય પણ SP માં જોડાયા
Akhilesh Yadav - Mayawati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:20 PM

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election) પહેલા આજે સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટી અને રાજ્યની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આજે 6 સસ્પેન્ડેડ BSP અને એક બીજેપી MLA ને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ આપ્યું. આ તમામ ધારાસભ્યોએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે રાજ્યના લોકોમાં ભાજપ પ્રત્યે એટલો ગુસ્સો છે કે આવનારા સમયમાં રાજ્યમાંથી ભાજપનો સફાયો થઈ જશે.

અખિલેશ યાદવે કહ્યું કે એવા ઘણા લોકો છે જે સપામાં જોડાવા માંગે છે. પરંતુ તેની રાહ જોવાઈ રહી છે અને આવનારા સમયમાં ચિત્ર સ્પષ્ટ થશે. તેમણે કહ્યું કે ભાજપે તેના આપેલા વચનો પૂરા કર્યા નથી. ભાજપે વચન આપ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. પરંતુ આજે ખેડૂત જાણવા માંગે છે કે ખેડૂતોની આવક ક્યારે બમણી થશે. દેશમાં મોંઘવારી વધી છે અને આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

ભાજપે સંકલ્પ પત્રના વચનો પૂરા કર્યા નથી સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે જો ભાજપનો ચૂંટણી ઢંઢેરો જોવામાં આવે તો સરકારે તેમાંથી એક પણ વચન પૂરું કર્યું નથી. ભાજપે કહ્યું હતું કે તે મહત્તમ ભાવે ડાંગર ખરીદશે. પરંતુ ઉત્તર પ્રદેશના ખેડૂતોનું ડાંગર ખરીદવામાં આવી રહ્યું નથી. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આંદોલન કરી રહ્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વચન આપ્યું હતું કે, ઝાંસી અને મથુરામાં મેટ્રોનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે, પરંતુ મેટ્રોનું કામ ક્યાંય શરૂ થયું નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બસપાના છ ધારાસભ્યો અને એક બીજેપી ધારાસભ્ય સપામાં જોડાયા આજે સપા પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં બસપાના છ ધારાસભ્યો અને ભાજપના એક ધારાસભ્યને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. ભાજપના સીતાપુરના ધારાસભ્ય રાકેશ રાઠોડ સપામાં જોડાયા છે. જ્યારે BSP ધારાસભ્યો અસલમ રાણા, અસલમ અલી ચૌધરી, મુજતબા સિદ્દીકી, હકીમ લાલ બિંદ, હરગોવિંદ ભાર્ગવ અને સુષ્મા પટેલ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે.

આ પણ વાંચો : કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, કોંગ્રેસ સાથે વાતચીતના સમાચાર ખોટા, જલ્દી જ નવી પાર્ટી અને ભાજપ સાથે બેઠકની વહેંચણી જાહેર કરશે

આ પણ વાંચો : Big News : દિલ્હી સરકારનો મોટો નિર્ણય, હવે ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓ કોરોના રિઝર્વ બેડનો ઉપયોગ કરી શકશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">