US Travel Advisory: અમેરિકાએ ભારત પ્રવાસ કરનારા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, જમ્મુ-કાશ્મીર ન જવા આપી સલાહ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત માટે તેની તાજેતરની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે ગુના અને આતંકવાદ(Terrorism)ને કારણે ભારતમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. મંગળવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને લેવલ 3 થી લેવલ 1 કેટેગરીમાં ખસેડ્યું.
US Travel Advisory: અમેરિકાએ મંગળવારે એક નવી ટ્રાવેલ એડવાઈઝરી(Travel Advisory)માં તેના નાગરિકોને ભારતની મુસાફરી કરતી વખતે વધુ સાવચેત રહેવા વિનંતી કરી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન (India-Pakistan) સરહદના 10 કિલોમીટરની અંદર લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત માટે તેની તાજેતરની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે ગુના અને આતંકવાદ(Terrorism)ને કારણે ભારતમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. મંગળવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને લેવલ 3 થી લેવલ 1 કેટેગરીમાં ખસેડ્યું.
બંને એડવાઈઝરી ઈશારો કરી રહી છે કે અમેરિકાને લાગે છે કે ભારતમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. જો કે, જમ્મુ અને કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદ પર અમેરિકાનું વલણ એક જ છે, જ્યાં તે તેના નાગરિકોને મુસાફરી ન કરવા માટે કહી રહ્યું છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અને હિંસક નાગરિક અશાંતિ શક્ય છે. તેથી, આ કેન્દ્રશાસિત પ્રદેશની તમામ મુસાફરી ટાળો.
સ્ટેટ ડિપાર્ટમેન્ટે શું કહ્યું
સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ખાસ કરીને ભારત અને પાકિસ્તાનને અલગ કરતી લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર અને કાશ્મીર ખીણમાં શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામના પ્રવાસન સ્થળોએ છૂટાછવાયા હિંસા થઈ છે. ભારત સરકાર વિદેશી પર્યટકોને એલઓસીના અમુક વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકે છે. ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુએ મજબૂત લશ્કરી હાજરી જાળવી રાખે છે.
વિઝા અંગે એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું હતું
ટ્રાવેલ એડવાઈઝરી આગળ જણાવે છે કે બોર્ડર ક્રોસિંગ સામાન્ય રીતે ખુલ્લું હોય છે, પરંતુ મુસાફરી શરૂ કરતા પહેલા બોર્ડર ક્રોસિંગની વર્તમાન સ્થિતિની ચકાસણી કરો. પાકિસ્તાનમાં પ્રવેશવા માટે પાકિસ્તાની વિઝા જરૂરી છે. ભારતમાં રહેતા અમેરિકી નાગરિકો જ ભારતમાં પાકિસ્તાની વિઝા માટે અરજી કરી શકે છે. અન્યથા ભારતની મુસાફરી કરતા પહેલા તમારા રહેઠાણના દેશમાં પાકિસ્તાની વિઝા માટે અરજી કરો.
આ પણ વાંચો-ઈઝરાયેલના બની બ્રાકી શહેરમાં ફાયરિંગ, પાંચ લોકોના મોત, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો