શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, મોડી રાત્રે રૈનાવારી વિસ્તારમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઠાર
આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટર(Srinagar Encounter)માં માર્યા ગયેલા બંને લશ્કર-એ-તૈયબા/ટીઆરએફના સ્થાનિક આતંકવાદીઓ હતા. એમ પણ કહ્યું કે બંને નાગરિકોની હત્યા સહિતની તાજેતરની ઘટનાઓમાં પણ સામેલ હતા
જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)ના શ્રીનગરના રૈનાવારી(Rainawari) વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળો(security forces)એ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી છે. બીજી બાજુ, આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે શ્રીનગર એન્કાઉન્ટર(Srinagar Encounter)માં માર્યા ગયેલા બંને લશ્કર-એ-તૈયબા/ટીઆરએફના સ્થાનિક આતંકવાદીઓ હતા. એમ પણ કહ્યું કે બંને નાગરિકોની હત્યા સહિતની તાજેતરની ઘટનાઓમાં પણ સામેલ હતા.
સોમવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓની બડગામના સુનેરગુંડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના રહેવાસી વસીમ અહેમદ ગનાઈ અને ઈકબાલ અશરફ શેખ તરીકે થઈ છે. તેમની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, 12 પિસ્તોલ રાઉન્ડ અને 32 એકે-47 રાઉન્ડ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.
#Update | Two terrorists killed in Srinagar encounter. Incriminating materials including arms and ammunition recovered. Search going on. Further details shall follow: Jammu & Kashmir Police
— ANI (@ANI) March 29, 2022
બડગામમાં SPO સહિત બેના મોત
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં શનિવારે એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને તેમના ભાઈની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ એસપીઓ ઈશ્ફાક અહેમદની તેમના ઘર પાસે ગોળી મારીને હત્યા કરી હતી. ફાયરિંગની ઘટનામાં અહેમદના ભાઈ ઉમર જાનને પણ ગોળી વાગી હતી અને તેને બેમિનાની SKIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે રવિવારે સવારે તેની ઈજાઓથી દમ તોડ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મહિને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી
આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ભારત સરકાર અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષાની સ્થિતિમાં સુધારો, 2018માં 417 આતંકવાદી ઘટનાઓ ઘટાડીને 2021માં 229 અને 2018માં શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોની સંખ્યા 91થી ઘટાડીને 2021માં 42 કરવાની પ્રશંસા કરી હતી. અમિત શાહે આતંકવાદીઓને આર્તિક રીતે મદદ કરતા તત્વોને પણ ખુલ્લા પાડીને તેમની સામે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.
આ પણ વાંચો-Pakistan : ‘ખુરશી’ સંકટમાં જોઈ ઈમરાનના તેવર બદલાયા, પાર્ટીના સાંસદો માટે જાહેર કર્યું ફરમાન