UP Assembly Election: સમાજવાદી પાર્ટીના ગઢ આઝમગઢમાં અમિત શાહ કરશે ગર્જના, વિશ્વવિદ્યાલયનું કરશે ઉદ્ઘાટન

ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ માટે આઝમગઢમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ અલગ-અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. VVIP, VIP અને કોમન બ્લોક બનાવવામાં આવ્યા છે.

UP Assembly Election: સમાજવાદી પાર્ટીના ગઢ આઝમગઢમાં અમિત શાહ કરશે ગર્જના, વિશ્વવિદ્યાલયનું કરશે ઉદ્ઘાટન
Amit Shah- File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:38 AM

UP Assembly Election: કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ (Amit Shah) ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે રાજ્યની મુલાકાતે છે. આજે તેઓ સમાજવાદીઓનો ગઢ ગણાતા આઝમગઢના પ્રવાસે જશે અને ત્યાંથી તેઓ બસ્તી જશે. મળતી માહિતી મુજબ, અમિત શાહ આજે સદર તહસીલના યશપાલપુર આઝમબંદ ગામમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે.

સાથે જ તેઓ ત્યાં યોજાનાર ભૂમિપૂજનમાં પણ ભાગ લેશે. અમિત શાહનો આઝમગઢ (Azamgarh) પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવે છે. કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર એક જ બેઠક મળી હતી.

ગૃહમંત્રી અમિત શાહના આગમનના એક દિવસ પહેલા શુક્રવારે તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમની સુરક્ષામાં લગભગ બે હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવી છે. પોલીસ આસપાસના ગામના શકમંદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.એસપી અનુરાગ આર્યએ જણાવ્યું કે ગૃહમંત્રીના કાર્યક્રમની સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અમિત શાહની સુરક્ષામાં પોલીસકર્મીઓની સાથે PAC અને RFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થળ, હેલીપેડ, રસ્તાઓની સુરક્ષા અને સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસકર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે. આ સાથે તમામને આઈ-કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા સાદા ગણવેશમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ત્રણ અલગ-અલગ ટેન્ટ બાંધવામાં આવ્યા છે ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ માટે આઝમગઢમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ અલગ-અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. VVIP, VIP અને કોમન બ્લોક બનાવવામાં આવ્યા છે. કોમન બ્લોકમાં 36 બ્લોક પણ બનાવવામાં આવ્યા છે અને આ માટે પાંચ મોટા જર્મન હેંગર ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્થળ પર બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. સ્થળ પર, અમિત સૌપ્રથમ સ્ટેજની પાછળ બનેલ પ્રદર્શન જગ્યાનું નિરીક્ષણ કરશે અને તેમાં યુનિવર્સિટીનું મોડેલ પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી શાહ તેની બાજુમાં ભૂમિપૂજન કરશે અને ભૂમિપૂજન પછી અમિત શાહ સ્ટેજ પરથી બધાને સંબોધશે.

સીએમ યોગી અમિત શાહ સાથે રહેશે જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ કુમારે જણાવ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે બપોરે 12.55 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પહોંચશે અને સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હશે. બંને નેતા બનારસથી આઝમગઢ પહોંચશે અને બપોરે 2.30 વાગ્યા સુધી સ્થળ પર જ રહેશે.

ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે હાલ ભાજપના આગેવાનોએ આજના કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લામાં ઠેર-ઠેર લોકોનો સંપર્ક કર્યો હતો. તે જ સમયે, ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા, પ્રભારી મંત્રી સુરેશ રાણા, કેબિનેટ મંત્રી અનિલ રાજભર અને ઘણા સાંસદ ધારાસભ્યો અહીં આજના કાર્યક્રમમાં હાજર રહેશે.

આ પણ વાંચો: સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

આ પણ વાંચો: 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાય છે, AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટર ખરીદ્યા

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">