સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય, અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધા 'વંદે ભારતમ-નૃત્ય ઉત્સવ'નું પણ આયોજન કરશે. મોબાઇલ એપ્લિકેશન દ્વારા જિલ્લા કક્ષાની સહભાગિતા સ્વીકારવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી 'આઝાદી કા અમૃત મહોત્સવ' મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી
Azadi Ka Amrit Mahotsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:17 AM

કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (Ministry Of Culture) મીનાક્ષી લેખીએ શુક્રવારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi Ka Amrit Mahotsav) મોબાઈલ એપ લોન્ચ કરી. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત તમામ માહિતી આ એપ પર ઉપલબ્ધ હશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને પર ઉપલબ્ધ હશે.

જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તમામ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. વર્ષ 2022 માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આઝાદી કાઅમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે કેન્દ્ર સરકારની પહેલ છે.

મોબાઈલ એપમાં ‘What’s New’ અને ‘Weekly Highlights’ જેવા વિભાગો છે જેમાં પ્રોગ્રામ સંબંધિત અપડેટ્સ હશે. આ સિવાય એપમાં ઈતિહાસ સાથે જોડાયેલ એક સેક્શન પણ હશે, જેમાં લોકોને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા લોકો વિશે જણાવવામાં આવશે. આ સિવાય અલગ-અલગ મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઉજવવામાં આવતા કાર્યક્રમોની માહિતી પણ મળશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધા ‘વંદે ભારતમ-નૃત્ય ઉત્સવ’નું પણ આયોજન કરશે. આ સ્પર્ધાનો હેતુ એવા ડાન્સરોને પસંદ કરવાનો છે કે જેઓ 2022ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પરફોર્મ કરશે. ડાન્સનું અંતિમ પ્રદર્શન 26 જાન્યુઆરી, 2022ના રોજ દિલ્હીના રાજપથ ખાતે થશે.

મીનાક્ષી લેખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વંદે ભારતમ સમૂહ નૃત્ય સ્પર્ધા 17 નવેમ્બર, 2021થી જિલ્લા સ્તરે શરૂ થશે. તેમણે કહ્યું કે આ સ્પર્ધા જિલ્લા, રાજ્ય, ઝોન અને આંતર-ઝોન/રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે અંતિમ સ્પર્ધા 19 ડિસેમ્બર 2021ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રતિભાગીઓ નૃત્યની ચાર શ્રેણીઓમાં પરફોર્મ કરી શકે છે – ક્લાસિકલ, ફોક, ટ્રાઇબલ અને ફ્યુઝન/કન્ટેમ્પરરી.

તેમણે કહ્યું કે અંતે 480 ડાન્સરોને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા તરીકે પસંદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સાંસ્કૃતિક મંત્રાલયે ઈવેન્ટ માટે ખાસ વેબસાઈટ અને મોબાઈલ એપ તૈયાર કરી છે. જે તેના તમામ પાસાઓને આવરી લેશે. તેમણે કહ્યું, “વંદે ભારતમ વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા જિલ્લા સ્તરની ભાગીદારી સ્વીકારવામાં આવશે. વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનની આ વ્યવસ્થા આ સ્પર્ધાને લગતી માર્ગદર્શિકા અને અન્ય ઉપયોગી માહિતી પ્રદર્શિત કરશે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચ 2021ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. તે દેશની આઝાદીની 75મી વર્ષગાંઠના 75 અઠવાડિયા પહેલા 15 ઓગસ્ટ, 2022ના રોજ લોન્ચ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Happy Birthday Aryan Khan : જુહી ચાવલાએ શાહરુખના લાડલાને અનોખા અંદાજમાં કર્યું બર્થડે વિશ, બાળપણની તસ્વીર શેર કરી લીધો આ સંકલ્પ

આ પણ વાંચો : Happy birthday Juhi Chawla : જુહી ચાવલાએ કેમ પરણિત વ્યક્તિ સાથે કર્યા લગ્ન ? વર્ષો પછી બતાવ્યું કારણ

g clip-path="url(#clip0_868_265)">