AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાય છે, AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટર ખરીદ્યા

100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાય છે, AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટર ખરીદ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:10 AM
Share

100 વેન્ટિલેટર શા માટે પડી રહ્યા છે અથવા તો તેમાં કોઈ ખામી છે કે નહીં તે બાબતે AMCએ કોઈ જ સ્પષ્ટતા સરકાર સમક્ષ કરી નથી.

AHMEDABAD : વેન્ટિલેટરની ખરીદીમાં અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે.કોરોનાની પ્રથમ લહેર વખતે 2020માં રાજ્ય સરકારે પીએમ કેર ફંડ અંતર્ગત AMCને 100 વેન્ટિલેટર આપ્યા હતા.આ વેન્ટીલેટર AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યા છે અને બીજી તરફ AMCએ 8.5 કરોડના ખર્ચે નવા 250 વેન્ટિલેટરની ખરીદી કરી છે. 100 વેન્ટિલેટર શા માટે પડી રહ્યા છે અથવા તો તેમાં કોઈ ખામી છે કે નહીં તે બાબતે AMCએ કોઈ જ સ્પષ્ટતા સરકાર સમક્ષ કરી નથી.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે જે 250 વેન્ટિલેટરની ખરીદી કરવામાં આવી છે, તે તમામ વેન્ટીલેટર કાર્યરત છે.250માંથી 138 SVP હોસ્પિટલમાં, 40 VS હોસ્પિટલમાં, 55 LG હોસ્પિટલમાં અને 17 શારદાબેન હોસ્પિટલમાં કાર્યરત છે. અગાઉના સત્તાધીશોએ ખરીદેલા વેન્ટીલેટર બાબતે અથવા સ્ટોરમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર બાબતે તેમને કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર મારફતે અમદાવાદ મહાનગરપાલિકાને PM Cares ફંડમાંથી 100થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી, પણ ટેકનીકલ ખામીના કારણે આ વેન્ટિલેટર ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતાં. જેથી છેલ્લા એક વર્ષથી 100થી વધુ વેન્ટિલેટરને જાણે કે અભરાઇએ ચઢાવી દેવામાં આવ્યાં હોય એમ સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સમાં PM Cares ફંડમાંથી આવેલા 100થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાઇ રહ્યાં છે.

આ પણ વાંચો : ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, લારીઓ હટાવવામાં આવશે

 

Published on: Nov 13, 2021 07:10 AM
g clip-path="url(#clip0_868_265)">