ભારતના આ રાજ્યો પર માવઠાનું સંકટ ! જાણો કેમ શિયાળામાં પડે છે કમોસમી વરસાદ, જુઓ વીડિયો

|

Feb 29, 2024 | 1:52 PM

હવામાન વિભાગે ગુજરાત તેમજ ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારત પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવો પલટો આવ્યો છે. તેને લીધે પવનની દિશા બદલાઈ રહી છે, અને એટલે જ 1 લી અને 2જી માર્ચે હવામાનશાસ્ત્રીઓએ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

ભારતના આ રાજ્યો પર માવઠાનું સંકટ ! જાણો કેમ શિયાળામાં પડે છે કમોસમી વરસાદ, જુઓ વીડિયો

Follow us on

હવામાન વિભાગે ગુજરાત તેમજ ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારત પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવો પલટો આવ્યો છે. તેને લીધે પવનની દિશા બદલાઈ રહી છે, અને એટલે જ 1 લી અને 2જી માર્ચે હવામાનશાસ્ત્રીઓએ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા અને કચ્છમાં પણ માવઠું થવાની શક્યતા સેવાઈ રહી છે.આ સાથે જ દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હળવા ઝાપટાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતાઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમયે ખાસ કરીને ખેડૂતોએ ધ્યાન રાખવું જરૂરી છે. રવી પાકને નુકસાન ના જાય તેની તકેદારી રાખવી ખુબ જરૂરી છે. કમોસમી વરસાદ પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ માનવામાં આવે છે. અને આ વેસ્ટન ડિસ્ટબન્સને લીધે જ આગામી સમયમાં વરસાદ, ઝાપટા અને ઠંડીભર્યો જોવા મળે તેવી સંભાવના છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

શિયાળામાં કેમ પડે છે વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું તોફાન કે આંધી છે, જે ભૂમધ્ય સાગર કે કાસ્પિયન સમુદ્રમાં સર્જાય છે. જે બાદ તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારત પર આવે છે.આ સિસ્ટમને કારણે ભારતમાં ચોમાસા સિવાય ખાસ કરીને શિયાળામાં વરસાદ પડે છે અને તેની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારત પર થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને એક્સ્ટ્રો ટ્રોપિકલ સ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. જે એક પ્રકારની લૉપ્રેશર સિસ્ટમ છે. જે ઉત્તર ભારતમાં અને હિમાલયના પહાડોમાં બરફ વર્ષા માટે ખૂબ જરૂરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ખૂબ મજબૂત હોય ત્યારે તે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર સુધી તેની અસર દેખાય છે.

હવામાન વિભાગે ગુજરાત જ નહીં, મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે. ક્યાંક હળવો તો ક્યાં મધ્યમ અને ભારે વરસાદ પણ પડે તેવી શક્યતા છે.આ જોતાં આશા રાખીએ કે રાજ્ય અને દેશમાં કમોસમી વરસાદ પડે તો બને તેટલું ઓછુ નુકસાન કરે અને ખેડૂતો પર કુદરત રહેમનજર રાખે.

Next Article