હવે લેહ લદ્દાખમાં વધુ સારી રીતે સાંભળી શકાશે રેડિયો, દરિયાઈ સપાટીથી 13300 ફૂટની ઉંચાઈએ હાઈ પાવર ટ્રાન્સમીટરનું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યુ ઉદ્ઘાટન

કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા રેડિયો અને ડીડીના બે ટ્રાન્સમીટરની સેવાઓ પર્વતીયક્ષેત્રમાં શરૂ કરવી મોટી વાત છે. તેમણે કહ્યું કે નવા ટ્રાન્સમીટર પાડોશીના દુષ્પ્રચારનો સામનો કરશે અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડશે.

હવે લેહ લદ્દાખમાં વધુ સારી રીતે સાંભળી શકાશે રેડિયો, દરિયાઈ સપાટીથી 13300 ફૂટની ઉંચાઈએ હાઈ પાવર ટ્રાન્સમીટરનું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યુ ઉદ્ઘાટન
Information and Broadcasting Minister Anurag Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:08 PM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે લેહ લદ્દાખમાં કારગિલના હેમ્બટીંગલા, ખાતે વિશ્વના સૌથી ઉચા રેડિયો સ્ટેશનના હાઇ પાવર ટ્રાન્સમીટરનું ઉદ્ઘાટન કર્યું. કારગિલના બટાલિકમાં હેમ્બટીંગલા ખાતે દરિયાઈ સપાટીથી 13 હજાર 300 ફૂટની ઉચાઈ પર ઓલ ઇન્ડિયા રેડિયો એફએમ રેડિયો સ્ટેશન અને દૂરદર્શનના બે 10kWના હાઇ પાવર ટ્રાન્સમીટરનું અનુરાગ ઠાકુરે ઉદ્ઘાટન કર્યું હતું. આના લીધે હવે લેહમાં રેડીયો અને ટેલિવિઝન માટેના ટ્રાન્સમિશનમાં સુધારો થશે અને ગુણવત્તાવાળુ પ્રસારણ થશે.

સૌથી ઉચા સ્થાને ટ્રાન્સમીટરના ઉદઘાટન સાથે, પર્વતીય પ્રદેશના લોકોને ઓલ ઇન્ડિયા રેડિયો અને દુરદર્શનની સારી ગુણવત્તાની સેવાઓ મળશે. નવુ ટ્રાન્સમીટર, ખાસ કરીને લદ્દાખના સરહદી ગામોમાં લોકો સુધી સાચી માહિતી પહોંચે તે માટેના કેન્દ્ર સરકારના પ્રયાસોનો એક ભાગ છે.

ઉદ્ધાટન પ્રસંગે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા રેડિયો અને ડીડીના બે ટ્રાન્સમીટરની સેવાઓ પર્વતીય ક્ષેત્રમાં શરૂ કરવી બહુ મોટી વાત છે. તેમણે કહ્યું કે નવા હાઇ પાવર ટ્રાન્સમીટર પાડોશીના દુષ્પ્રચારનો સામનો કરશે અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડશે. તેમણે સરકારી યોજનાઓ અને કાર્યક્રમોને લદ્દાખ ક્ષેત્રના દૂરના વિસ્તારોમાં પહોચાડવા માટે ઓલ ઈન્ડિયા રેડિયોની સેવાઓની પણ પ્રશંસા કરી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

130 ચેનલો ફ્રી સાથેની 30,000 ડીડી ડિશ વિનામૂલ્યે અપાશે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, 130 ચેનલોવાળી ડીડી ફ્રી ડીશના ત્રીસ હજાર યુનિટ સરહદી ગામના લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે. તેમણે કહ્યું કે લદ્દાખમાં કારગિલ અને લેહની અનોખી સંસ્કૃતિ ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે અને લદ્દાખમાં દૂરદર્શન પર પ્રસારિત સમય વધારવામાં આવશે. તેમણે કહ્યું, લદ્દાખને ફિલ્મ ઉદ્યોગ માટે સાનુકુળ સ્થળ તરીકે રજૂ કરવા અને ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદઘાટન સમારોહમાં લદાખ પહાડી વિકાસ પરિષદ, કારગિલના સીઇસી ફિરોઝ અહમદ ખાન અને સાંસદ જામ્યાંગ ત્સરિંગ નામગ્યાલે પ્રાસંગિક સંબોધન કર્યુ હતુ. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ એન. વેણુધર રેડ્ડી અને દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ મયંક અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અગાઉ, અનુરાગ ઠાકુરે હમ્બાટીંગલા હાઇ પાવર ટ્રાન્સમીટર, રિલે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રાન્સમિશન અંગેની ટેકનોલોજી બાબતે વિશે પૂછપરછ કરીને જરૂરી માહિતી મેળવી હતી.

આ પણ વાંચોઃ CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, કહ્યું “ચૂંટણી સમયે બધા બોલે, પછી કોઈ દેખાતું નથી, એવું નહીં થાય”

આ પણ વાંચોઃ 76th UNGA: આખરે શું હોય છે Right to Reply, જેનો ઉપયોગ કરીને ભારતની સ્નેહા દુબેએ પાકિસ્તાનને આપ્યો જડબાતોબ જવાબ

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">