AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનની સરહદ પાસેના ગામડાઓનો થશે વિકાસ, મળશે રોજગારી, જાણો સરકારનો પ્લાન

લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કુલ 2966 ગામને પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામનું મહત્વ તે માટે પણ છે કારણ કે દેશની ઉત્તરી સીમા પર રોજગારના અભાવના કારણે સ્થળાંતર થઈ રહ્યું છે.

ચીનની સરહદ પાસેના ગામડાઓનો થશે વિકાસ, મળશે રોજગારી, જાણો સરકારનો પ્લાન
Union Minister Anurag ThakurImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 4:35 PM
Share

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે. તેના માટે 4800 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી 2500 કરોડ રસ્તાના વિકાસ પર ખર્ચ થશે. તેનો ઉદ્દેશ્ય હશે કે રોજગારી સર્જાશે અને સ્વરોજગારના સાધન ગામમાં જ મળે. પ્રથમ તબક્કામાં ઉત્તર સરહદે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 662 ગામોનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.

લદ્દાખ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કુલ 2966 ગામને પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામનું મહત્વ તે માટે પણ છે કારણ કે દેશની ઉત્તરી સીમા પર રોજગારના અભાવના કારણે સ્થળાંતર થઈ રહ્યું છે.

આ પણ વાંચો: ‘સાવધાન રહો નહીંતર મુંબઇ સહિતના અનેક શહેરો બરબાદ થઈ જશે’, યુએન ચીફે કોને આપી આટલી મોટી ચેતવણી ?

આ નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ચીનની સરહદ પાસેના ગામમાંથી સ્થળાંતર અટકે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય. ગામનો વિકાસ થાય અને રોજગારના અવસર ત્યાં જ મળે. બીજી તરફ ચીન પણ સરહદ પર ગામ વસાવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને સહકારી સંસ્થાઓથી સમૃદ્ધિ માટે 2 લાખ પંચાયતમાં નવા પેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે 5 વર્ષનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 25 અલગ અલગ સુવિધાઓને તેમાં સામેલ કરવામાં આવી છે.

ડેયરી સ્ટોરેજ ક્રેડિટ સોસાયટી CEC વગેરેના કામને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. 98,995 પેક આજે દેશમાં છે પણ તેમાં લગભગ 65 હજાર નફામાં છે. સહકારી મંત્રીની અધ્યક્ષતામાં ઈન્ટર મિનિસ્ટ્રી કમિટીની પણ રચના કરવામાં આવશે.

દેશની સુરક્ષાને લઈ સરકારે ઘણા પગલા ભર્યા: ઠાકુર

અનુરાગ ઠાકુરે કહ્યું કે બોર્ડર પર એટલી સુંદરતા છે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને તેને નજરઅંદાજ કરવામાં આવ્યું, જેના કારણે સ્થળાંતર થયું. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ તેનો વિકાસ કરવામાં આવશે. તમે તેને રાષ્ટ્રીય સુરક્ષા, ત્યાંની સમૃદ્ધિ અથવા પછી ગામના વિકાસને જુઓ. દરેક લોકોના વિચાર અલગ અલગ છે.

ભારતની સુરક્ષાને લઈ અમે ઘણા પગલા ઉઠાવ્યા છે. ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયા કર્યુ. તમામ દેશ પોતાની ક્ષમતા વધારી રહ્યા છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી તેમજ ત્યાં સુવિધાઓ વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

તેમને કહ્યું કે CCSએ લદ્દાખને ઓલ વેધર કનેક્ટિવિટી આપવા માટે શિનકુન લા ટનલના નિર્માણને મંજૂરી આપી. તેની લંબાઈ 4.1 કિલોમીટર હશે અને રસ્તા સહિત ટનલનું નિર્માણ ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ થશે. તેની સાથે જ આઈટીબીપીની 7 નવી બટાલિયનના ગઠન માટે મંજૂરી આપી છે.

g clip-path="url(#clip0_868_265)">