AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umesh Pal Murder Case: પત્નીએ કહ્યું- ઈરાદાપૂર્વક ઉસ્માનની કરી હત્યા, આખી રાત સાથે હતો

ઉસ્માનની પત્ની સુહાનીએ પોલીસ પર તેના પતિને નકલી એન્કાઉન્ટરમાં મારવાનો આરોપ લગાવ્યો છે. સુહાનીએ કહ્યું કે તેનો પતિ આખી રાત તેની સાથે હતો.

Umesh Pal Murder Case: પત્નીએ કહ્યું- ઈરાદાપૂર્વક ઉસ્માનની કરી હત્યા, આખી રાત સાથે હતો
Image Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 6:50 PM
Share

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન આજે વહેલી સવારે પ્રયાગરાજ પોલીસના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બીજી તરફ ઉસ્માનની પત્ની સુહાનીએ પોલીસ પર તેના પતિને નકલી એન્કાઉન્ટરમાં મારવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ પર કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા સુહાનીએ કહ્યું કે, પોલીસે બિલકુલ ખોટું કર્યું છે. કાયદો કોઈને મારવા માટે બનાવવામાં આવ્યો નથી. કાયદો રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે.

ઉસ્માનનું સારવાર દરમિયાન મોત થયું હતું

અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું કે પ્રયાગરાજ પોલીસને આજે સવારે સફળતા મળી, જ્યારે રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના બે અંગરક્ષકોની હત્યા કેસમાં સામેલ ઉસ્માન નામનો વ્યક્તિ પોલીસ સાથે ગોળીબારીમાં ઘાયલ થયો હતો, ઉસ્માનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ દરમિયાન અમારા એક કોન્સ્ટેબલ નરેન્દ્રને પણ ઈજા થઈ હતી. નરેન્દ્રની સારવાર ચાલી રહી છે.

આ પણ વાચો: Umesh Pal Murder Case: STFને મળ્યા સબૂત! અતીકે સાબરમતી જેલમાંથી ઘડ્યું હતુ ઉમેશ પાલની હત્યાનું કાવતરું

પ્રશાંત કુમારે જણાવ્યું કે, ઉસ્માન પર 50 હજાર રૂપિયાનું ઈનામ હતું અને તમામ ચેનલો દ્વારા પ્રસારિત થયેલા વીડિયોમાં આ વ્યક્તિ ઉમેશ પાલ અને અમારા જવાનોને ગોળી મારતો જોઈ શકાય છે. તેની પાસેથી ગેરકાયદેસર 32 બોરની પિસ્તોલ અને કારતુસ પણ મળી આવ્યા છે.

ઉસ્માનને ગરદન, છાતી અને જાંઘમાં ગોળી વાગી હતી

બીજી તરફ કૌંધિયારા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સવારે લગભગ 5 વાગે કૌંધિયારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોથી અને બેલવા વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ઉસ્માનને ગરદન, છાતી અને જાંઘમાં ગોળીઓના ઘા છે. તેણે કહ્યું કે આરોપી કંઠિયારામાં નાન બાબાના નામથી પણ ઓળખાય છે અને તેને અતીક ગેંગના લોકોએ ઉસ્માન નામ આપ્યું હતું.

આ દરમિયાન ઉસ્માનની પત્ની સુહાનીએ પોલીસ પર તેના પતિની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. તેણીએ પ્રયાગરાજમાં પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસે વહેલી સવારે તેના પતિ અને સસરાને ઝડપી લીધો હતો અને તેમના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસ પર કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા સુહાનીએ કહ્યું કે, પોલીસે બિલકુલ ખોટું કર્યું છે. કાયદો કોઈને મારવા માટે બનાવવામાં આવ્યો નથી. કાયદો રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે.

કામ પર જવાનું કહીને ઘરેથી નીકળો હતો ઉસ્માન

તેણીએ જણાવ્યું હતું કે, તેનો પતિ વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન કંપનીમાં કાર ચલાવતો હતો અને તે ગત 24મી ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલ હત્યા કેસના દિવસે કોઈ કામ માટે જવાનું છે તેમ કહી ઘરેથી નીકળી ગયો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક કુમારે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ પોલીસ એ સ્પષ્ટ કરવા માંગે છે કે આ જઘન્ય હત્યા કેસમાં જે કોઈ પણ સંડોવાયેલ છે, અમે તેમને ન્યાય સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ અને અમારી ટીમો આ કાર્યમાં રોકાયેલી છે. આરોપીઓ જ્યાં પણ હશે અમે તેમની ધરપકડ કરીશું અને શક્ય તેટલી વહેલી તકે તમામ પુરાવા એકઠા કરીને કોર્ટમાં રજૂ કરીશું. અમે તેની સફળ કાર્યવાહી માટે તમામ પ્રયાસો કરીશું.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">