Richest Muslims of India: આ છે ભારતના 5 સૌથી વધુ અમીર મુસ્લિમ બિઝનેસમેન, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ?
ભારતમાં અનેક મુસ્લિમ પરિવારો એવા છે જેમની સંપત્તિ અબજો-ખર્વોમાં છે. તેમનુ જીવન પણ એટલુ જ પ્રેરણાદાયક છે. આજે ભારતના આવાજ મુસ્લિમ બિઝનેસમેન વિશે જાણીએ.

ભારતમાં અનેક મુસ્લિમ પરિવારો તેમની મહેનત, વ્યાપારિક કુશળતા અને પોતાના દમ પર આર્થિક રીતે ઘણા સફળ થયા છે. આ પરિવાર ન માત્ર ભારતમાં પરંતુ વૈશ્વિક સ્તર પર પણ તેમની ઓળખ બનાવી ચુ્ક્યા છે. આજે અમે આપને એવા જ પાંચ ભારતના સૌથી અમીર મુસ્લિમ પરિવારો અને તેમની સંપત્તિ વિશે જણાવશુ.
અજીમ પ્રેમજી
ભારતમાં સફળ મુસ્લિમ ગુજરાતી બિઝનેસમેનમાના એક અજીમ પ્રેમજી તેમની અમીરી અને દિલેરી માટે જાણીતા છે. અજીમ પ્રેમજી, વિપ્રો લિમીટેડના સ્થાપક અને ચેરમેન છે. વિપ્રો એક મોટા ગજાની આઈટી કંપની છે. અજીમ પ્રેમજી તેમની પરોપકારિતા માટે પણ ઘણા પ્રસિદ્ધ છે. તેમની સંપત્તિનો એક મોટો હિસ્સો સામાજિક કાર્યો, ખાસ કરીને શિક્ષણ માટે દાન કરવામાં આવે છે. ફોર્બ્સ અનુસાર તેમની સંપત્તિ 12.2 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 1 લાખ કરોડ રૂપિયા સુધીની છે અને હુરુન ઈંડિયા ફિલૈન્થ્રોપી લિસ્ટ 2021 અનુસાર 9713 કરોડ રૂપિયા દાન કર્યા છે. જો તેને દિવસના હિસાબે ગણતરી કરવામાં આવે તો 17 કરોડ રૂપિયા પ્રતિદિવસ તેમણે દાનમાં આપ્યા છે.
એમ.એ. યુસુફ અલી પરિવાર (Lulu Group)
એમ.એ. યુસુફ અલી લુલુ ગૃપ ઈન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર છે. કેરલના રહેવાસી યુસુફ અલીએ અબુ ધાબીમાં તેમની કંપની શરૂ કરી હતી. જે હવે મધ્ય પૂર્વ, ભારત અને અન્ય દેશોમાં હાઈપરમાર્કેટ અને શોપિંગ મોલનું એક મોટુ નેટવર્ક છે. ફોર્બ્સ અનુસાર, ‘મિડલ ઈસ્ટ રિટેલ કિંગ’ ના નામથી જાણીતા યુસુફ અલીની કૂલ સંપત્તિ 7.4 અબજ ડોલર છે. (લગભગ 65,150 કરડ રૂપિયા) છે. ભારતમાં તેમણે કેરલમાં મોટો શોપિંગ મોલ બનાવ્યો છે. જે રોજગાર અને વ્યાપારિક તકો પ્રદાન કરે છે.
યુસૂફ હમીદ
યુસૂફ હમીદ સીપ્લા ફાર્માસ્યુટિકલ્સના માલિક છે, જે ભારતની મોટા ગજાના દવા કંપનીઓ પૈકી એક છે. યુસુફ હમીદ એક ખ્યાતનામ વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ છે. જેમણે સસ્તી દવાઓના ઉત્પાદનમાં યોગદાન આપ્યુ છે. ખાસ કરીને HIV/AIDS ની સારાવાર માટે. તેમની સંપત્તિ લગભગ 2.6 બિલિયન ડૉલર (લગભગ 21 હજાર કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. સિપ્લાનું મુખ્યાલય મુંબઈમાં છે અને આ કંપની દુનિયાભરમાં તેની દવાઓ માટે જાણીતી છે. યુસુફ હમીદને 2005માં ભારત સરકારે પદ્મભૂષણથી સન્મનિત કર્યા હતા.
રફીક મલિક
રફીક મલિક ભારતના જાણીતા બિઝનેસમેન અને મેટ્રો બ્રાન્ડ્સ લિમીટેડના ચેરમેન છે. તેમની કંપની મેટ્રો શૂઝ ભારતમાં એક પ્રમુખ ફુટવેર રિટેલ ચેન છે. જે મેટ્રો, મોચી, વૉકવે, દા વિંચી અને ફિટફ્લોપ જેવી બ્રાન્ડસ માટે જાણીતી છે. ફોર્બ્સ અનુસાર, રફીક મલિકની કૂલ સંપત્તિ 2.1 બિલિયન ડૉલર( લગભગ 17,160 કરોડ રૂપિયા) છે. 2023માં તે ફોર્બ્સની અબજપતિઓની યાદીમાં 1434માં સ્થાન પર હતા અને 2022માં ભારતના 89 મા સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં સામેલ હતા.
ડૉ આઝાદ ભૂપેન
ડૉ આઝાદ ભૂપેન દુબઈમાં રહેનારા એક ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને તબીબ છે. કેરલના કાલપકાંચેરીમાં 1953માં જન્મેલા ડૉ ભૂપેને કાલીકટ મેડિકલ કોલેજથી MBBS અને MD નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમના અભ્યાસ દરમિયાન તેમણે ગોલ્ડ મેડલ હાસલ કર્યો. 1987 માં તેઓ એક મહત્વના કામ અર્થે દુબઈ ગયા અને ત્યા જ તેમની જિંદગીએ એક નવો વળાંક લીધો. ફોર્બ્સ અનુસાર 2024 સુધી ડૉ આઝાદ ભૂપેનની કૂલ સંપત્તિ લગભગ 1 બિલિયન અમેરિકી ડૉલર એટલે કે 8300 થી 8400 કરોડ રૂપિયા છે. જે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સૌથી અમીર ભારતીયોમાંથી એક છે.
