TTD Darshan Ticket: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ આજે દર્શન ટિકિટનો ક્વોટા બહાર પાડશે
મંદિરના મંડળે કહ્યું છે કે તે માર્ચના ક્વોટા સાથે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા માટે દર્શન ટિકિટનો વધારાનો ક્વોટા જાહેર કરશે. ટીટીડી ભક્તો માટે એક દિવસમાં 25,000 વિશેષ પ્રવેશ દર્શન ટિકિટ જાહેર કરશે.

Andhra Pradesh: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (Tirumala Tirupati Devasthanams)બુધવારે માર્ચ માટે દર્શન ક્વોટા બહાર પાડશે. મંદિર મંડળે કહ્યું છે કે તે માર્ચના ક્વોટા સાથે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા માટે દર્શન ટિકિટનો વધારાનો ક્વોટા જાહેર કરશે. ટીટીડી ભક્તો માટે એક દિવસમાં 25,000 વિશેષ પ્રવેશ દર્શન ટિકિટ જાહેર કરશે. જેમાં બુધવારથી તિરુપતિમાં ત્રણ TTD કાઉન્ટર પર ભક્તોને 20,000 સ્લોટેડ સર્વ દર્શન ટોકન્સ પણ જાહેર કરશે.
TTDએ જલેબી પ્રસાદમની કિંમતમાં 500 રૂપિયા સુધીનો કર્યો વધારો
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ તિરુમાલા મંદિરમાં તેના જલેબી પ્રસાદની કિંમત 100 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દીધી છે. જ્યારે અરિજિથા સેવાને મંદિરમાં પુનર્જીવિત કરવામાં આવશે ત્યારે સુધારેલ કિંમત લાગુ થશે. જો કે, ભક્તો માટે કેટલાક સારા સમાચાર છે, આ ગુરુવારે ખુલ્લા કાઉન્ટર પરથી ભક્તોને વિશેષ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. પર્યાપ્ત માત્રામાં પ્રસાદ બનાવા માટે તિરુમાલા મંદિરની અંદર પડી પોટુમાંથી મંદિરની બહાર નવા બનેલા બુંદી રસોડામાં ખસેડવામાં આવશે.
જૂન 2021 માં, TTD ના વહીવટી ઉચ્ચ અધિકારીઓએ ટ્રસ્ટ બોર્ડને દરખાસ્ત કરી હતી કે બ્લેકમાર્કેટિંગને દૂર કરવા માટે જલેબી અને થેંથોળાનો એક સેટ, જે હાલમાં રૂ. 100માં વેચાય છે, તેને રૂ. 2,000માં વેચી શકાય છે જેમાં વચેટિયા 2,000 માં સેટ વેચી શકે છે. TTD દ્વારા જલેબી અને થંથોળાના સેટ બનાવવાની કિંમત 147.50 છે. ટ્રસ્ટ બોર્ડે વિસ્તૃત ચર્ચા કરીને ભાવ વધારીને 500 રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો. ભાવ વધારાની અસર સાથે, TTD ને 239% નો વધારાનો લાભ મળશે.
આંધ્ર પ્રદેશ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન પાયવુલા કેશવે બ્લેક માર્કેટિંગને સંબોધવાના આડમાં નફાના હેતુ માટે કિંમતમાં પાંચ વખત વધારો કરવા બદલ TTD ટ્રસ્ટ બોર્ડ પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે “TTD એ વિશ્વની અત્યંત પ્રતિષ્ઠિત હિંદુ ધાર્મિક સંસ્થાઓમાંની એક છે, જેણે સબસિડીવાળા દરે અથવા ઓછામાં ઓછા ખર્ચના ધોરણે પ્રસાદ ઓફર કરવો જોઈએ. પરંતુ અહીં TTD જલેબી-થેંથોલાનું વેચાણ કરીને 239% નફો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રસાદમ બનાવવાની કિંમત કરતાં ઘણી વધારે છે, જે ખૂબ જ વાંધાજનક છે,” ટીડીપી ધારાસભ્યએ જણાવ્યું હતું. ટીટીડી ટ્રસ્ટ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય જી ભાનુપ્રકાશ રેડ્ડીને પણ કિંમતોમાં વધારો કરવામાં દોષી ગણાવ્યા હતા. તેમણે કહ્યું, ” પ્રસાદ હંમેશા સબસિડીના દરે ભક્તોને આપવો જોઈએ, પરંતુ અહીં ટીટીડી ભક્તોને માત્ર એટલા માટે લૂંટી રહી છે કારણ કે માગ વધારે છે, જે વાંધાજનક છે.”
આ પણ વાંચો: આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો, એક બતકે સાંઢના ટોળાને પરસેવો વાળી દીધો, લોકોએ કહ્યું ‘એ બતક ઝુકેગા નહીં’
આ પણ વાંચો: Tech Tips: Facebook અને Twitter પર AutoPlay થતા વીડિઓ પર લગાવો Stop,અપનાવો આ સરળ રીત