આ તો માત્ર શરૂઆત છે હજુ ઘણુ બધુ થશે, સમીરને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવાતા બોલ્યા નવાબ મલિક
નવાબ મલિકે દાવો કર્યો હતો કે અધિકારીઓ લૂઈસ વિટનના જૂતા પહેરે છે જેની કિંમત 2 લાખ રૂપિયા પ્રતિ જોડી છે. આવા મોંધા જૂતા એવા નોકરીયાત લોકો જ પહેરી શકે કે જેમને પગાર કરતા વઘારાની આવક હોય.
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan drug case) મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપોથી ઘેરાયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની એક પ્રકારે પીછેહઠ થઈ છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સંડોવતા ક્રૂઝ ડ્રગ કેસમાં સમીર વાનખેડેને મુખ્ય તપાસનીશમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આર્યન ખાન કેસની તપાસમાંથી સમીરને હટાવવા પર એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણું કરવાનું બાકી છે, જે અમે કરીશું.
હકીકતમાં, NCBએ સમીર વાનખેડેની આગેવાની હેઠળની એજન્સીના મુંબઈ પ્રાદેશિક એકમમાંથી ક્રૂઝ ડ્રગ્સ કેસ અને અન્ય પાંચ ડ્રગ્સ કેસની તપાસમાંથી વાનખેડેને મુક્ત કર્યા છે. અને તેમની તપાસની જવાબદારી દિલ્હીમાં તેના ઓપરેશન યુનિટને ટ્રાન્સફર કરી છે. વાનખેડેના સ્થાને વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી અને એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) સંજય સિંહની નિમણૂક કરવામાં આવી છે.
મલિકે ટ્વીટ કર્યું કે સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસ સહિત પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કુલ 26 કેસ છે જેની તપાસની જરૂર છે. આ માત્ર શરૂઆત છે… આ સિસ્ટમને સાફ કરવા માટે હજુ ઘણું કરવાની જરૂર છે અને અમે તે કરીશું.
અગાઉ, એનસીપીના નેતાએ, એન્ટી-નાર્કોટિક્સ એજન્સીના અધિકારી સામે શાબ્દિક હુમલો ચાલુ રાખ્યા હતા. તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે વાનખેડે લાખો રૂપિયાની કિંમતની મોંઘી બ્રાન્ડ્સનો ઉપયોગ કરે છે અને આ માટેના પૈસા ભ્રષ્ટાચાર દ્વારા આવે છે. તેમણે દાવો કર્યો હતો કે અધિકારીઓ લૂઈસ વિટનના જૂતા પહેરે છે જેની કિંમત 2 લાખ રૂપિયા પ્રતિ જોડી છે. આવા મોંધા જૂતા એવા નોકરીયાત લોકો જ પહેરી શકે કે જેમને પગાર કરતા વઘારાની આવક હોય.
આ પણ વાંચોઃ
પાકિસ્તાન સામેની મેચમાં ભારતની હારની મજાક ઉડાવવી પડી ભારે, પતિ એ જ પત્નિ અને સાસરિયા વિરુધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
આ પણ વાંચોઃ