આગામી વર્ષે બંધ કરાશે પ્લાસ્ટિકની આ ચીજવસ્તુઓ, સરકારે સંસદમાં રજુ કર્યો પ્લાન

આ વર્ષે જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટીફિકેશન અનુસાર, કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ અને વિતરણ તેમજ વેચાણ અને ઉપયોગ ઉપર પહેલી જાન્યુઆરી 2022થી પ્રતિબંધિત લગાવાશે.

આગામી વર્ષે બંધ કરાશે પ્લાસ્ટિકની આ ચીજવસ્તુઓ, સરકારે સંસદમાં રજુ કર્યો પ્લાન
સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર આગામી જાન્યુઆરી 2022થી પ્રતિબંધ લદાશે

કેન્ડી અને આઈસક્રીમમાં લગાવાતી સ્ટીક સહીત સિંગલ યુઝ ( એક જ વાર વાપરી શકાતી- Single use plastic item ) પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓ ઉપર આગામી પહેલી જાન્યુઆરી 2022થી પ્રતિબંધ લગાવાશે. કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદમાં આ જાણકારી આપતા કહ્યુ કે, આ ઉપરાંત પ્લાસ્ટિકના કપ, ગ્લાસ અને કાગળ સહીત આરોગ્યને હાનિકારક એવી વસ્તુઓ ઉપર આગામી વર્ષના જુલાઈ માસથી બંધ કરી દેવાશે.

સિગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર પ્રતિબંધ કરી દેવાશે. કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય પ્રધાન (Union Minister of Environment) અશ્વિની ચૌબેએ ( Ashwini Chaubey ) સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપરના પ્રતિબંધ અંગેના સવાલના જવાબમાં જણાવ્યુ છે કે, આ વર્ષે જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટીફિકેશન અનુસાર, કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ અને વિતરણ તેમજ વેચાણ અને ઉપયોગ ઉપર પહેલી જાન્યુઆરી 2022થી પ્રતિબંધિત લગાવાશે.

પ્લાસ્ટિકમાંથી બનાવેલ કાન સાફ કરવાના બડ સ્ટીક, ફુગ્ગા અને ઝંડામાં લગાવાતી પ્લાસ્ટિકની સ્ટીક, ચોકલેટ અને આઈસ્ક્રીમમાં લગાવાતી સ્ટીક, સુશોભનમાં ઉપયોગમાં લેવાતા થર્મોકોલને આગામી પહેલી જાન્યુઆરી 2022થી પ્રતિબંધ લગાવી દેવાશે. તો સિંગલ યુઝ ચીજવસ્તુઓ કે જે 100 માઈક્રોનથી (100 microns ) ઓછુ હોય તેવી ચીજવસ્તુઓ જેવી કે, પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી, કેક કાપવાના ઉપયોગમાં લેવાતા ચાકુ, સ્ટ્રો, કંટેનર, ઢાકણ, ટ્રે વગેરેને આગામી વર્ષના જુલાઈ મહિનાથી પ્રતિબંધ કરી દેવાશે.

આ પણ વાંચોઃ Photos: બ્રિટનમાં મળ્યો 460 કરોડ વર્ષ જૂનો ‘ખજાનો’, પૃથ્વી કરતા પણ જૂનો પથ્થર ખોલી શકે છે જીવનના રહસ્યો

આ પણ વાંચોઃ જાણો કોણ છે Internet નો માલિક ? કેવી રીતે પહોંચે છે ઈન્ટરનેટ તમારા સુધી ? શા માટે ઈન્ટરનેટ સર્વિસ થાય છે ડાઉન ?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati