ડૂબી રહ્યું હતું 120 ટન અનાજથી ભરેલું જહાજ, ભારતીય કોસ્ટગાર્ડ બન્યા રક્ષક, બચાવ્યા 6 લોકોના જીવ

કર્ણાટકના તટરક્ષક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્રુને 19 માર્ચે 14:30 વાગ્યે ઓલ્ડ મેંગલોર બંદરથી રવાના કરવામાં આવ્યું હતું. આ જહાજમાં 120 ટન મસાલા, અનાજ, શાકભાજી, રેતી અને ગ્રેનાઇટ હતા.

ડૂબી રહ્યું હતું 120 ટન અનાજથી ભરેલું જહાજ, ભારતીય કોસ્ટગાર્ડ બન્યા રક્ષક, બચાવ્યા 6 લોકોના જીવ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 21, 2021 | 12:18 PM

એક ઝડપી કાર્યવાહીમાં કર્ણાટક કોસ્ટ ગાર્ડે વખાણવા લાયક કાર્ય કર્યું છે. કર્ણાટક કોસ્ટ ગાર્ડે શનિવારે મંગલુરુથી 40 નોટિકલ માઇલ દક્ષિણમાં પાણીમાં તરતા છ કર્મચારીઓને બચાવ્યા હતા. લાંબા અને પાતળા હલવાળા વાણિજ્ય જહાજો સામાન્ય રીતે પૂર્વ અરેબિયા, પૂર્વ આફ્રિકા, યમન અને દરિયાકાંઠાના દક્ષિણ એશિયા (પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ) ના દરિયાકાંઠે ભારે માલ લાવતા લઇ જતા હોય છે. આવા માલસામાન જેવા કે ફળો, તાજા પાણી અથવા અન્ય ભારે માલસામાનને લાવવા લઇ જવા આવા જહાજોનો ઉપયોગ થયો હોય છે. આવામાં એક જહાજમાં જોખમ વધી ગયું હતું. મળેલી માહિતી અનુસાર જહાજના એન્જીનમાં પાણી ભરાઈ જતા તેમાં આગ લાગવાની શક્યતા વધી ગઈ હતી. આવામાં જહાજ ના 6 મેમ્બરને બચાવવામાં આવ્યા હતા. આ છ મેમ્બરમાં પાંચ ગુજરાતના અને એક મેંગલોરનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટકના કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે ચાલક દળને 19 માર્ચે 14:30 વાગ્યે ઓલ્ડ મેંગલોર બંદરથી રવાના કરવામાં આવ્યું હતું. આ જહાજમાં 120 ટન મસાલા, અનાજ, શાકભાજી, રેતી અને ગ્રેનાઇટ ભરીને તેઓ લાવી રહ્યા હતા. નિવેદનમાં જણાવાયું છે કે તમામ છ ક્રૂ મેમ્બર (પાંચ ગુજરાતના અને એક મેંગલોરના) ની તબિયત સારી છે. તેઓને ન્યૂ મંગલોર બંદરે લાવવામાં આવી રહ્યા છે અને આગળની કાર્યવાહી માટે તે દરિયાકાંઠાની પોલીસ અને એડી ફિશરીઝને સોંપવામાં આવશે.

30 એનએમ સળગાવવાનો ભય હતો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કર્ણાટકના કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોસ્ટગાર્ડ ડોરિનર 773 રૂટિન પર એમઆર સોર્ટીને સિગ્નલ મળ્યા હતા. આ સિગ્નલ મરીન શિપિંગ વેસેલ (એમએસવી) સફિના – એએલ-મિર્ઝાન તરફથી મળ્યા હતા. બચાવકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક આકારણીમાં જાણવા મળ્યું છે કે જહાજના એન્જીન કક્ષમાં સમુદ્રનું પાણી ભરી આવ્યું હતું. જેના કારણે કાસરાગોદના 30 એનએમને સળગવાનું જોખમ વધી ગયું હતું. આવામાં કર્ણાટક કોસ્ટ ગાર્ડે સમય પર પહોંચીને પાણીમાં તરતા છ કર્મચારીઓને બચાવ્યા હતા. અહેવાલ અનુસાર દરેક મેમ્બરની તબિયત હમણા સારી છે અને તેમને આ અહેવાલ લખતા સમય સુધી મળેલી માહિતી અનુસાર મંગલોર બંદરે લાવવામાં આવી રહ્યા છે. આ બાદ આ ઘટનાની તપાસ અને આગળની કાર્યવાહી માટે તે દરિયાકાંઠાની પોલીસ અને એડી ફિશરીઝને સોંપવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">