AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Article 370 પુનઃસ્થાપિત કરવાની માગ પર સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે નિર્ણય સુરક્ષિત રાખ્યો

આપને જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ-કાશ્મીરને કલમ 370 હેઠળ વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો, પરંતુ 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં એક વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો ખતમ કરવામાં આવ્યો હતો. આ સાથે, જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું - જમ્મુ કાશ્મીર અને લદ્દાખ.

Article 370 પુનઃસ્થાપિત કરવાની માગ પર સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે નિર્ણય સુરક્ષિત રાખ્યો
Article 370 Supreme Court reserved the decision
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 5:46 PM
Share

કલમ 370ને પડકારવાના મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 16 દિવસ સુધી મેરેથોન સુનાવણી હાથ ધર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. બંધારણીય બેન્ચે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. બંધારણીય બેંચે તમામ પક્ષોને ત્રણ દિવસમાં તેમના લેખિત જવાબો દાખલ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ તેના નિર્ણયમાં નક્કી કરશે કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની પ્રક્રિયા બંધારણ અનુસાર હતી કે નહીં.

આ પણ વાંચો: Rajkot : રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આજથી થશે લોકમેળાનો પ્રારંભ, 1300થી વધારે પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર, રાઇડ્ઝ માટે દરરોજ લેવું પડશે ફિટનેસ સર્ટિફિકેટ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં 5 જજોની બંધારણીય બેંચમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણી છેલ્લા 16 દિવસથી ચાલી રહી હતી. જે બાદ આજે બંધારણીય બેંચે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ-કાશ્મીરને કલમ 370 હેઠળ વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો, પરંતુ 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં એક વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો ખતમ કરવામાં આવ્યો હતો. આ સાથે, જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું – જમ્મુ કાશ્મીર અને લદ્દાખ.

કલમ 370 નાબૂદ અને પુનઃસ્થાપિત કરવાના મુદ્દા પર નિર્ણય આરક્ષિત

આ પહેલા કલમ 370 નાબૂદીને પડકારતા કેસની સુનાવણી જુલાઈ 2023માં થઈ હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે 5 જજોની બંધારણીય બેંચની રચના કરી હતી. આપને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરનો ‘વિશેષ દરજ્જો’ છીનવનાર કલમ ​​370 નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી 20 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોએ દાવો કર્યો હતો કે નિર્ણય લેતી વખતે બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે આ પહેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ કલમ 370 નાબૂદ કરવાના કેસની સુનાવણી માટે ચીફ જસ્ટિસને વહેલી અરજી કરી હતી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં છેલ્લા ચાર વર્ષથી અરજીઓ પડતર છે. યુવાનો ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">