Breaking News : સ્પીડમાં વાહન ચલાવનારા અથવા સ્ટંટ કરનારાઓ માટે સમાચાર! જો અકસ્માતમાં મૃત્યુ થશે તો વીમાના પૈસા નહીં મળે
સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે, જો વાહન સ્પીડથી ચલાવી ડ્રાઈવરનું મૃત્યું થઈ જાય છે તો. આ કેસમાં મૃત્યુ બાદ વીમા કંપની વીમાના પૈસા આપશે નહી. માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓને પાઠ ભણાવવાના સંદર્ભમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણમાં કહ્યું કે, જો કોઈ ડ્રાઈવર પોતાની લાપરવાહી કે સ્પીડમાં વાહન કે સ્ટંટ કરી અથવા ખોટી રીતે વાહન ચલાવવાથી મૃત્યું થાય છે. તો તેના પરિવારને વળતર ચૂકવવા માટે બંધાયેલી રહેશે નહીં.આ નિર્ણય સ્પીડમાં વાહન ચલાવનારા અથવા સ્ટંટ કરનારાઓનું ધ્યાન ખેંચવા માટે એક કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે. જસ્ટિસ પી.એસ,નરસિમ્હા અને આર.મહાદેવનની બેંચે એક મામલામાં મૃતકની પત્ની, દીકરો અને માતા-પિતા દ્વારા દાખલ કરાયેલ વળતરની માંગને ફગાવી દીધી હતી. પહેલા પણ સુપ્રીમ કોર્ટે આવા કેસોમાં વળતરની માંગણીઓને ફગાવી દીધી છે.
કયા કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો
કોર્ટે આ નિર્ણય એક વ્યક્તિ સાથે જોડાયેલા કેસમાં આપ્યો છે. જે સ્પીડ અને બેદરકારીથી કાર ચલાવી અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માત 18 જૂન 2014ના રોજ થયો હતો. જ્યારે એન.એસ રવિશ પોતાની કાર થી કર્ણાટક સ્થિત મલ્લાસાંદ્રા ગામથી અરસીકેરે શહેર જઈ રહ્યો હતો. તેની સાથે તેની બહેન, પિતા અને બાળકો પણ હતા.
રવિશે સ્પીડમાં અને લાપરવાહીથી ગાડી ચલાવી અને ટ્રાફિકના નિયમો તોડ્યા હતા. માયલાનહલ્લી ગેટની પાસે તેમણે ગાડી પર કાબુ ગુમાવ્યો હતો. જેનાથી કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં રવિશ ગંભીર રીતે ઘાયલ થતાં તેનું મૃત્યું થયું હતુ.
કોર્ટે શું કહ્યું?
રવિશના પરિવારે યુનાઈટેડ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની પાસેથી 80 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. પરિવારનો દાવો છે કે કોન્ટ્રાક્ટર તરીકે, રવિશ દર મહિને 3 લાખ રૂપિયા કમાતો હતા. પરંતુ પોલીસની ચાર્જશીટમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતુ કે, આ અકસ્માત રવિશની બેદરકારી અને સ્પીડમાં કાર ચલાવવાથી થયું છે. મોટર એક્સીડન્ટ ટ્રિબ્યુનલે પરિવારની માંગને રદ્દ કરી હતી. કર્ણાટક હાઈકોર્ટે પણ 23 નવેમ્બર 2024ના રોજ પરિવારની અપીલ નકારી કહ્યું જ્યારે અકસ્માત મૃતકની ભૂલથી થાય છે. તો પરિવાર વીમા વળતરની માંગણી કરી શકતો નથી.
SCએ અરજી ફગાવી દીધી
હાઈકોર્ટે કહ્યું પરિવારએ સાબિત કરવું પડશે કે, આ અક્સ્માત મૃતકની ભૂલથી થયો નથી. અને જે વીમા પૉલિસીના દાયરામાં હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને પરિવારની અરજી ફગાવી દીધી.કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો ડ્રાઈવરનું મૃત્યું પોતાની ભૂલથી થયું છે અને તેમાં કોઈ અન્ય કારણ સામેલ નથી. તો વીમા કપની વળતર ચૂકવવા માટે બંધાયેલી નથી. માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓને પાઠ ભણાવવાના સંદર્ભમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.