AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express : દેશને એક સાથે મળશે 9 વંદે ભારત એક્સપ્રેસની ભેટ, PM મોદી બતાવશે લીલી ઝંડી

દેશને આજે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી તેમને લીલી ઝંડી આપવાના છે. જાણો આ ટ્રેનોના કારણે કોણે-કોણે મળશે ફાયદો? ક્યાંથી ક્યાં સુધી આ ટ્રેનો દોડશે, કયા રાજ્યો અને પર્યટન સ્થળોને તેનો લાભ મળશે. અહીં તમને દરેક વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

Vande Bharat Express : દેશને એક સાથે મળશે 9 વંદે ભારત એક્સપ્રેસની ભેટ, PM મોદી બતાવશે લીલી ઝંડી
ફાઈલ ફોટોImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 7:38 AM
Share

Vande Bharat Express: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ભેટ આપવાના છે. આ 9 ટ્રેનો મુસાફરોને દેશના અનેક ધાર્મિક અને અન્ય પ્રવાસન સ્થળોની પ્રીમિયમ અને સુપરફાસ્ટ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. ક્યાંથી ક્યાં સુધી આ ટ્રેનો દોડશે, કયા રાજ્યો અને પર્યટન સ્થળોને તેનો લાભ મળશે. અહીં તમને દરેક વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

આ પણ વાંચો: ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, 24 સપ્ટેમ્બરે જામનગર અને અમદાવાદ વચ્ચે શરૂ થનાર ટ્રેનને પીએમ મોદી બતાવશે લીલી ઝંડી

PM મોદી જે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે તેનાથી 11 રાજ્યોને ફાયદો થશે. તેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ તેમજ કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આમાથી અમુક રાજ્યોમાં ચૂંટણી પણ છે. પીએમ મોદી આ વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરશે.

આ નવી વંદે ભારત એક્સપ્રેસ આ 9 રૂટ પર દોડશે…

  • જામનગર-અમદાવાદ
  • દયપુર-જયપુર
  • તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ
  • હૈદરાબાદ-બેંગલુરુ
  • વિજયવાડા-રેનિગુંટા-ચેન્નઈ
  • પટના-હાવડા
  • કાસરગોડ-તિરુવનંતપુરમ
  • રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી
  • રાંચી-હાવડા

આ પ્રવાસન સ્થળોને ફાયદો થશે

આ 9 વંદે ભારત ટ્રેનો દોડવાથી આ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરશે. અનેક ધાર્મિક અને અન્ય પ્રવાસન સ્થળોને પણ ફાયદો થશે. દેશના પ્રવાસન નકશામાં ઉદયપુર અને જયપુરની પોતાની આગવી ઓળખ છે. રેનિગુંટાથી કનેક્ટિવિટીથી તિરુપતિની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓને ફાયદો થશે. તે જ સમયે, પુરી સાથે રાઉરકેલાની કનેક્ટિવિટી પણ વધુ સારી રહેશે. આ ઉપરાંત આ ટ્રેન અમદાવાદ અને જામનગરના ટૂરિસ્ટ સર્કિટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપશે. જ્યારે મદુરાઈના મીનાક્ષી મંદિરની મુલાકાત લેતા ધાર્મિક પ્રવાસીઓને સુપર ફાસ્ટ કનેક્ટિવિટી મળશે.

વંદે ભારત એક્સપ્રેસ હાલમાં દેશની સૌથી ઝડપી પેસેન્જર ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનો ઘણા રૂટ પર મુસાફરીનો સમય પણ 2થી 3 કલાક ઘટાડશે.

ગુજરાતને આ ત્રીજી ટ્રેનની ભેટ આપશે

હાલમાં, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ત્રણ જોડી પશ્ચિમ રેલવે પર દોડી રહી છે, જેમા મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ. સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું કે આ વંદે ભારત ટ્રેનો માટે માત્ર મુસાફરો જ ગર્વ અને આનંદ અનુભવે છે એવું નથી. આ વિશ્વકક્ષાની ટ્રેનમાં પોતાની ફરજ બજાવીને રાષ્ટ્રની સેવા કરી રહેલા રેલવે કર્મચારીઓની પણ લાગણીઓ એટલી જ વહેંચાયેલી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">