Breaking News : કેબ કંપનીઓ માટે સરકારના નવા નિયમો, પીક અવર્સ દરમિયાન તેઓ બમણું ભાડું વસૂલ કરી શકશે
કેન્દ્ર સરકારે ઓલા, ઉબેર, રેપિડો જેવી કેબ સેવાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે કંપનીઓ પીક અવર્સ દરમિયાન બેઝ ભાડું બમણું સુધી વસૂલ કરી શકશે. ટુંકમાં સરકારે ઓલા, ઉબેર, ઇનડ્રાઇવ અને રેપિડો જેવી કેબ કંપનીઓને પીક અવર્સ દરમિયાન ભાડા વધારવા માટે વધુ સ્વતંત્રતા આપી છે.

સરકારે ઓલા, ઉબેર અને રેપિડો જેવી કેબ કંપનીઓને પીક અવર્સ દરમિયાન ભાડા વધારવા માટે વધુ સ્વતંત્રતા આપી છે. અગાઉ, આ કંપનીઓ બેઝ ફેરાના દોઢ ગણા (1.5x) સુધી ભાડું વધારી શકતી હતી. હવે, નવા નિયમોમાં, સરકારે તેમને બેઝ ફેરના બમણા (2x) સુધી ભાડું વધારવાની મંજૂરી આપી છે.કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025 જાહેર કરી છે. આનાથી રેપિડો, ઓલા, ઉબેર જેવી બાઇક ટેક્સી કંપનીઓને રાહત મળશે. નવા નિયમો હેઠળ, રાજ્ય સરકારો શેરિંગ માટે ખાનગી મોટરસાઇકલના ઉપયોગની મંજૂરી આપી શકે છે.
રદ કરવા પર દંડ માટે નવો નિયમ
જો ડ્રાઈવર રાઈડ કેન્સર કરે તો : જો ડ્રાઈવર એપ પર રાઈડ એક્સેપ્ટ કર્યા બાદ કોઈ કારણવગર ટ્રિપ રદ્દ કરે છે. તો તેના પર 10 ટકાથી વધારે દંડ લાગશે. આ દંડ ડ્રાઈવર અને કંપની એગ્રીગેટ્ર વચ્ચે વહેંચવામાં આવશે.
ડ્રાઈવરો માટે વીમો જરુરી
હવે કેબ કંપનીઓને એ નક્કી કરવું પડશે કે, તમામ ડ્રાઈવરોની પાસે ઓછામાં ઓછા 5 લાખ રુપિયાનો હેલ્થ વીમો અને અંદાજે 10 લાખનો ટર્મ વીમો હોય.જે ડ્રાઈવરની રેટિંગ સૌથી ખરાબ હશે તો તેને દર 3 મહિને રિફ્રેશરની ટ્રેનિંગ લેવાની રહેશે. જો આવા ડ્રાઈવર ટ્રેનિંગ નહી લે તો તેમને કંપનીના પ્લેટફોર્મ પર કામ કરવાની પરવાનગી મળશે નહી.
હવે રાજ્ય સરકાર બેઝ ભાડું નક્કી કરશે
ઓટો અને બાઇક ટેક્સી જેવી સેવાઓ માટે લઘુત્તમ ભાડું હવે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, દિલ્હી અને મુંબઈમાં ટેક્સીઓ માટે મૂળ ભાડું ₹20 થી ₹21 પ્રતિ કિલોમીટર છે, જ્યારે પુણેમાં તે ₹18 છે. ઉપરાંત, જો કોઈ વાહન ગ્રાહક સુધી ખાલી (ડેડ માઇલેજ) પહોંચે છે, અને અંતર 3 કિલોમીટરથી ઓછું હોય, તો તેની પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. ભાડું ફક્ત મુસાફરના પિકઅપથી ગંતવ્ય સ્થાન સુધીના અંતર માટે જ લેવામાં આવશે.
લોકોને સસ્તી સવારી મળશે
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025 જાહેર કરી છે. જે અનુસાર રાજ્ય સરકારો બિન-પરિવહન (પ્રાઈવેટ) બાઈકનો ઉપયોગ શેરિંગ માટે કરવાની મંજૂરી આપી શકે છે. આ નિયમો અનુસાર, જો રાજ્ય સરકારો ઇચ્છે તો, તેઓ શેરિંગ માટે ખાનગી બાઇકનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી શકે છે. આનાથી રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થશે, પ્રદૂષણ ઘટશે, લોકોને સસ્તી સવારી મળશે, માલ ઝડપથી પહોંચાડી શકાશે અને લોકોને રોજગાર પણ મળશે. આ નિયમો 1 જુલાઈ, 2025 થી અમલમાં આવ્યો છે.આ ગાઈડલાઈનની કલમ 23 જણાવે છે કે ,’રાજ્ય સરકારો બિન-પરિવહન મોટરસાઇકલને શેરિંગ માટે મંજૂરી આપી શકે છે.’ આનો અર્થ એ છે કે હવે રાજ્ય સરકારો નક્કી કરી શકે છે કે ખાનગી બાઇકનો ઉપયોગ ટેક્સી તરીકે કરી શકાય કે નહીં.
આપણે રોજિંદા જીવનમાં ઘણા કામ કરતા હોય છીએ. સવારેની ચા-છાપુંથી લઈને રાત્રીના સુવા સુધી માણસ વ્યસ્ત જ રહે છે. કામના વધુ સમાચાર વાંચવા માટે અહી કલિક કરો